સુરતમાં માતાની આંખો સામે જ ફૂલ જેવા બે વર્ષના બાળકનું અચાનક થયું હતું દુઃખદ મોત, વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

મહેરબાની કરીને દરેક માં-બાપ જલ્દી વાંચો : એક ભૂલ થઇ અને બે વર્ષનું બાળક તડપી તડપીને મરી ગયું – જાણો વિગત

દરેક વાલીઓએ પોતાના નાના બાળકોને સાચવવા ખુબ જ જરૂરી બનતા હોય છે, ઘણીવાર બાળકો રમત રમતમાં એવી હરકતો કરી નાખે છે જેના કારણે તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે અને ઘણીવાર આપણી એક નાનકડી લાપરવાહી પણ બાળકનો જીવ લઈ શકે છે. આવી ઘણી જ ઘટનાઓ સામે પણ આવી ચુકી છે.

ત્યારે હાલ એવી જ એક દુઃખદ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક માતાની આંખો સામે જ બે વર્ષનું માસુમ બાળક ચોથા માળ ઉપરથી નીચે પટકાયું હતું અને માતાને જાણ થતાં બાળકને તુરંત સુરત સિવિલ ખાતે ખસેડાયો હતો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત બાદ પરિવારમાં પણ માતમ પ્રસરી ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. માતા રસોઈ બનાવતી હતી એ વખતે ચોથા માળની ગેલરીમાં રમતા 2 વર્ષના બાળક નીચે પટકાયું હતું. માતાની આંખો સામે જ આ ઘટના બનતા તરત માતા નીચે પહોંચી હતી અને બાળકને સિવિલમાં લઇ જવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહર કર્યું હતું.

આ પરિવાર મૂળ કાનપુરનો રહેવાસી છે. મૃત બાળકના પિતા પ્રમોદ સ્વાઈ લુમ્સ ખાતામાં માસ્ટર છે.  તેમના પરિવારમાં એક દીકરી અને દીકરો હતા. આ ઘટના સમયે તેમની મોટી દીકરી નીચે રમવા ગઈ હતી અને તેમની પત્ની જમવાનું બનાવી રહી હતી, આ દરમિયાન જ તેમની પત્નીનું ધ્યાન ભટક્યું અને તેમનો દીકરો સાહિલ રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Niraj Patel