સુરત ફરી થયું શર્મસાર, દેહ વિક્રયનો વેપાર ફૂલ્યો-ફાલ્યો, બધી શરમ કાઢીને…તસ્વીરોમાં જુઓ 8 યુવતીઓ

સુરતમાં રીચમોન્ડ પ્લાઝામાં બીભત્સ ધંધો ઝડપાયો, થાઈલેન્ડની 8 ખુબસુરત રૂપ રૂપનો અંબાર યુવતીઓ ઝડપાઇ, પોલીસને જે મળ્યું એ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના વેપારનો પોલિસ દ્વારા પર્દાફાશ કરવામાં આવતો હોય છે. રાજયમાં છેલ્લા ઘણા સમયથી કૂટણખાના વધી રહ્યા છે અને આ બાબતે પોલિસ પણ એક્શનમાં આવી ગઇ છે અને આવા ધંધાનો પર્દાફાશ કરી રહી છે. સુરત, વડોદરા જેવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવા ધંધા ઝડપાતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં સુરતના હાઇપ્રોફાઇલ વિસ્તારમાંથી વિદેશથી યુવતિઓ બોલાવી મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.

ત્યારે આ બાબતે ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી, જે બાદ ત્યાં દરોડા પાડવામાં આવતા 8 યુવતિ અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે યુવતિઓની ધરપકડ કરવામાં આવી છે તે થાઇલેન્ડની છે અને તે કેટલા સમયથી અહીં કામ કરે છે અને તેમના સાગરીતો કે બીજી કોઇ યુવતિઓ બીજા વિસ્તારમાં કામ કરે છે કે નહિ ? તે બાબતે પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે પૂછપરછમાં ઘણા ખુલાસા થાય તેની શક્યતા છે.

જે યુવતિઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ ભારતમાં આવીને આ વેપાર કરતી હોવાને લઈને સુરત પોલીસ દ્વારા યુવતીઓના દેશની એમબીસીને જાણકારી આપવામાં આવી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક milestoneની પાછળ રિચમોન્ડ પ્લાઝા ખાતે કોરલ prime સ્પા નામની શોપમાં થાઈલેન્ડની સાત જેટલી છોકરીઓ મસાજના નામે વેશ્યાવૃત્તિનો વેપાર કરતા હોવાની માહિતી હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી.

જે યુવતીઓની ધરપકડ કરાઇ છે તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી અને અહીં ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતમાં થાઇલેન્ડથી આવતી યુવતીઓએ સુરત મીની થાઈલેન્ડ બનાવી દીધું છે. સ્પામાંથી પોલીસે રોકડ 10200, ફોન-7 રૂ.83000, 5 કોન્ડોમ, સ્વાઇપ કાર્ડ મશીન મળી 96200નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Shah Jina