સુરતમાં ઘર હોવા છત્તાં પણ અચાનક એવું થયું કે 42 ફ્લેટના પરિવારો બન્યા હતા બેઘર, રસ્તા પર રઝળી પડ્યા

ફ્લેટમાં રહેતા હોવ તો સાવધાન, જલ્દી વાંચી લો…થોડા સમય પહેલા માસુમ બાળકો, માં-બાપને પોતાના ફ્લેટમાંથી હાંકી કાઢયા- જાણો શું છે મામલો?

હાલ રાજયભરમાં ચોમાસાની સિઝન સક્રિય છે ત્યારે આવા વરસાદ વચ્ચે બિલ્ડરની એક ભૂલના કારણે કેટલાક પરિવારોએ તેમનું ઘર ગુમાવ્યુ છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ હેતવી હાઇટ્સમાં એક બેંક દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ અને તેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. બિલ્ડરે એક પ્રાઇવેટ ફા.નાન્સ કંપનીમાંથી લોન લીધી હતી જેની 1 કરોડ 40 લાખ રકમ ન ચૂકવાતા હેતવી હાઇટ્સના 42 ફ્લેટ સીલ કરાયા હતા.

બિલ્ડર દ્વારા રકમની ચૂકવણી ન કરવામાં આવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ આ પરિવારના લોકો સહિત માસૂમ બાળકો ધર હોવા છત્તાં બેઘર બન્યા હતા અને તેઓ પાડોશીના ઘરમાં રહેવા અને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોમાં આ ઘટનાને પગલે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

હેતવી હાઇટ્સમાં 98 ફ્લેટ છે અને તેમાંના 42 ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી રેલીગર ફાયનાન્સ દ્વારા કરવામાં આવી હતી, કાર્યવાહી દરમિયાન પોલિસ બંદોબસ્ત પણ હતો. લોનની ભરપાઇ મામલે ઘણીવાર નોટિસ આપવામાં આવી હતી અને તે બાદ ફ્લેટને સીલ મારવામાં આવ્યા હતા. મોટા વરાછા ખાતે આવેલી હેતવી હાઇટ્સ બિલ્ડિંગમાં લગભગ ત્રણ દિવસ પહેલા બિલ્ડરે લીધેલ લોન ન ચૂકવાતા ખાનગી ફાયનાન્સ કંપનીએ પોલિસ બંદોબસ્ત સાથે કોર્ટના ઓર્ડર બાદ સીલ મારવાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં એક-બે નહિ પરંતુ 42 ફ્લેટધારકો બેઘર બન્યા હતા.

આ કાર્યવાહીને પગલે હોબાળો મચી ગયો હતો અને આમ અચાનક માથા પરથી છત જતી રહેવાને કારણે પરિવાર દ્વારા બિલ્ડર પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ત્યાંના રહેવાસીઓનો હવે એ સવાલ છે કે અચાનકથી તેમની પાસેથી ઘર છીવનાઇ ગયુ છે અને હવે તેઓ કયાં જાય ?  આ કાર્યવાહી બાદ કેટલાક પાડોશીઓએ મદદ કરી હતી અને બાળકને રાતવાસા માટે હાલ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

હવે આ બાબતે ફાયનાન્સ કંપનીના જે લીગલ એડવાઇઝર છે તેઓનું કહેવુ છે કે, કંપની પાસેથી સિદ્ધિ ડેવલોપરના ભાગીદારો દ્વારા કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી અને તેની ચૂકવણી ન કરવામાં આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેઓએ કહ્યુ હતુ કે તેમને વારંવાર નોટિસ આપવામાં આવી હતી, તેમ છત્તાં તેઓએ લોનની ચૂકવણી કરી ન હતી. તેને જ કારણે ફ્લેટને સીલ મારવામાં આવ્યા.

Shah Jina