સુરતમાં લાઇટ જતાં અંધારામાં 3 વર્ષનો પુત્રને મળ્યું દર્દનાક મૃત્યુ, દુઃખદ ઘટના વાંચીને તમે પણ રડવા લાગશો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ઘણા નાના બાળકો એવા હોય છે, જે રમત રમતમાં એવી હરકત કરી બેસે છે કે તેઓ કેટલીકવાર પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. ત્યારે એક નાનકડા બાળકના મોતને લઈને સુરત શહેરમાંથી એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. પાણીના ડ્રમમાં પડી જવાને કારણે એક નાનકડા ત્રણ વર્ષના બાળકનું મોત થઇ ગયુ. આ ઘટના સામે આવતા જ ચર્ચાનો વિષય બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોડાદ્રા વિસ્તારમાં આવેલ કલ્પના સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રહેતા સંતોષભાઈનું સંતાન રાત્રે સાતેક વાગ્યા આસપાસ ગુમ થયું હતું અને રાતના સમયે લાઇટ ગઈ હોવાને કારણે તેમણે અને અન્ય સંબંધીઓએ આખી રાત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી પરંતુ બાળકનો મૃતદેહ ઘરઆંગણે પડેલા પાણીના ડ્રમમાંથી મળી આવ્યો. મૂળ મધ્યપ્રદેશના સંતોષભાઈ સુરતમાં પાણીપુરીનો વ્યવસાય કરે છે.

તેમણે કહ્યુ- તેમનો અઢી વર્ષનો પુત્ર રુદ્ર ગઈકાલે ગુમ થયો હતો અને તે બાદ વહેલી સવારે જ્યારે રૂદ્રની માતા ઘર આગળ મુકેલા ડ્રમમાં પાણી લેવા ગઈ ત્યારે તેઓએ ડ્રમ પાસે ચંપલ પડેલા જોતા અંદર જોયું તો બાળકનો મૃતદેહ હતો. આ જોઇ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જો કે, 20 લિટરના પાણીના ડ્રમમાં માત્ર 8 લિટર જેટલું જ પાણી હતું અને ઊંચાઈ પણ વધુ હતી તેથઈ તે એક શંકા ઉપજાવી રહી છે.

જોકે, મૃતકના પિતાનું કહેવુ છે કે, ઘરની બહાર જે પાણીનું ડ્રમ રાખવામાં આવ્યુ હતુ, તેમાં રૂદ્ર કેવી રીતે પડ્યો તે અંગે કોઈપણ પ્રકારની જાણ નથી. તેમણે કહ્યુ, જ્યારે સાંજે સાત વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ગુમ થયો ત્યારે વિસ્તારમાં લાઈટ ગઈ હતી અને વહેલી સવારે પાંચ વાગ્યે તેમની પત્નીએ ડ્રમમાં પાણી લેવા જતા અંદર તેમનું બાળક હોવાનું માલૂમ પડ્યું હતું. જો કે, તેમણે કોઈના પર શંકા ન હોવાનું જણાવ્યુ હતુ.

Shah Jina