સુરત : ધોરણ-8માં ભણતા વિદ્યાર્થીનીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન, કારણ જાણીને આઘાત લાગશે- ઘોર કળયુગ

હાલમાં તો મોબાઇલ કોઇ પણ વ્યક્તિ માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. મોબાઇલમાં બાળકો ઓનલાઇન ગેમ રમતા હોય છે અને તેમને ધીરે ધીરે તેમની આદત થઇ જતી હોય છે ત્યારે હાલ સુરતના પાંડેસરામાંથી ઘણો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. બાળકની મોતને કારણે પરિવારમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. આ વિદ્યાર્થી ધોરણ 8માં ભણતો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

શુક્રવારના રોજ શાળાએથી આવી જમી પિતા સાથે સૂવા ગયો હતો, તે બાદ તે કુદરતી હાજતે જવાનું કહી રૂમની બહાર નીકળી ગયો હતો અને તે બાદ તે સુસાઇડ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતાનું કહેવુ છે કે, તેના આપઘાતનું કારણ ખબર નથી. તેના પિતાએ કહ્યુ કે, તે મને સૂવડાવી કુદરતી હાજતે જવાનુ કહી બહાર ગયો હતો અને તે બાદ તે બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને આવી હાલતમાં તેની માતાએ જોયો હતો અને તે પુત્રને જોઇ હેબતાઇ ગયા હતા.

તેમણે બૂમાબૂમ કરતા મૃતકના પિતા પણ આવી ગયા હતા અને તે બાદ તેમણે જોયુ તે તેમનો દીકરો લટકી રહ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર, વિદ્યાર્થી ઓનલાઇન ગેમ્સ રમતો હતો અને મોબાઇલ પર કેટલીક ગેમ્સ એક પ્રકારના જુગાર સમાન છે જેને કારણે બની શકે કે તેની પાસે કોઇ ઉઘરાણી કરી રહ્યુ હોય અને તેને માનસિક ત્રાસથી આવું પગલુ ભર્યુ હોય. પોલિસ હાલ આપઘાતના કારણની તપાસ કરી રહી છે.

મૃતકના પિતા કરિયાણાના વેપારી છે અન તેઓ યુપી બાંદ્રાના વતની છે. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. આ પૈકી મૃતક બીજા નંબરનો હતો. વિદ્યાર્થીના આપઘાતની જાણ થતા જ અને પરિવારના રોવાનો તેમજ બૂમાબૂમ કરવાનો અવાજ સાંભળતા પાડોશીઓ પણ દોડી આવ્યા હતા.

Shah Jina