સુરતમાં ફુગ્ગાને લીધે 10 મહિનાના બાળકનો શ્વાસ રૂંધાઇ ગયો, મૃત્યુ થતા જ બધાના આંખો આંશુથી છલકાઈ ગયા

માતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ફુગ્ગાને લીધે 10 મહિનાના બાળકનો શ્વાસ રૂંધાઇ ગયો, મૃત્યુ થતા જ બધાના આંખો આંશુથી છલકાઈ ગયા

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે, જે રમતા રમતા કેટલીકવાર એવી વસ્તુઓ પણ ખાઈ જતા હોય છે જે તેમના માટે મુસિબતનું કારણ પણ બનતું હોય છે. ઘણીવાર માતા પિતાની જાણ બાળક કોઈ વસ્તુ ગળી જાય છે અને માસુમ મોતને પણ ભેટતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક 10 મહિનાના માસુમ બાળકનું ફુગ્ગો ગળી જવાથી મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલી શિવસાઈ બિલ્ડીંગમાં પરિવાર સાથે રહેતું એક 10 મહિનાનું બાળક તેના અઢી વર્ષના ભાઈ સાથે રમી રહ્યું હતું. બાળકને ભાઈ સાથે રમતા જોઈને તેની માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ચાલી ગઈ હતી. જેની થોડી જ વારમાં બાળકના જોર જોરથી રડવાનો આવાજ આવ્યો.

બાળકને રડતું સાંભળીને માતા તરત બાળક પાસે દોડી ગઈ. ત્યારે અઢી વર્ષના દીકરાએ જણાવ્યું કે ભાઈ ફુગ્ગો ગળી ગયો છે, જેના બાદ માતાએ ફુગ્ગો કાઢવાની ખુબ જ માથામણ કરી પરંતુ રબર બહાર ના નીકળતા તે બાળકને લઈને તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગઈ હતી. જ્યાં એક પછી એક પાંચ હોસ્પિટલમાં તે ફરી વળી પરંતુ કોઈ હોસ્પિટલમાંથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

ધીમે ધીમે બાળકની તબિયત પણ વધારે ખરાબ થઇ રહી હતી, જેના કારણે તેને આખરે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. જ્યાં પહોંચવામાં ઘણું મોડું થઇ ગયું હોવાના કારણે અને સમયસર સારવાર ના મળી હોવાના કારણે માસુમ બાળકને ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાને મૃત જાહેર કરતા જ પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. તેની માતાના આક્રંદથી આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.

હોસ્પિટલમાં બાળકની તપાસ કરવા દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળક ફુગ્ગો ગળી ગયા બાદ તેના ગળામાં ફુગ્ગાનું રબર ચોંટી ગયું હતું, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. હાલ તો બાળકનું ફુગ્ગો ગળી ગયો હોવાના કારણે મોત થયું હોવાનું માનવામાં આવ્યું છે, પરંતુ તેના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે, જેના રીપોર બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

YC