દર્દીને થયો બ્લેક ફંગસ તો ડોકટરના બદલે લઇ આવ્યા તાંત્રિક પાસે, અને પછી જુઓ આ સૌથી મોટો કિસ્સો

કોરોના મહામારી અને ત્યારબાદ ફેલાયેલી મ્યુકોરમાઇકોસિસ બીમારીના કારણે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા છે, ત્યારે આવા સમયે ઘણા લોકો એવા પણ છે જે સારવાર કરતા પણ વધારે વિશ્વાસ તાંત્રિકોમાં રાખતા હોય છે, તેમને એવો વિશ્વાસ હોય છે કે તાંત્રિક આવી બીમારીમાં પણ સ્વસ્થ કરી દેશે. અને આવી અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે.

આવો જ એક કિસ્સો હાલ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં પરિવારજનો બ્લેક ફંગસથી પીડિત વ્યક્તિની દવાખાનામાં સારવાર કરવાને બદલે તાંત્રિક પાસે લઈને આવી ગયા.

એટલું જ નહીં આ વ્યક્તિને આંખ અને જડબાના ઓપરેશન માટે બે વાર એઇમ્સમાં હોસ્પિટલ પ્રસાશન અને સરપંચ દ્વારા મોકલવામાં આવ્યા તે છતાં પણ પરિવારજનો તેમને લઈને પાછા પોતાના ઘરે તાંત્રિક પાસે સારવાર કરાવવા લાગ્યા.

આ વ્યક્તિની તાંત્રિક પાસે સારવાર કરાવતી તસ્વીર પણ સામે આવી છે જેમાં તે પોતાના ઘરે ખાટલામાં સુઈ રહીને તાંત્રિક પાસે સારવાર કરાવી રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે સાંવલારામ દેવાસી. જેની ઉંમર 55 વર્ષની છે.

26 મેના રોજ આંખોમાં બળતરા થયા બાદ વધારે બીમાર પડવાના કારણે પરિવારજનો બાલોતરા ચિકિત્સાલય લઈને ગયા. જ્યાં તપાસ કરવા ઉપર બ્લેક ફંગસના લક્ષણો દેખવવા ઉપર દર્દીને જોધપુર રેફર કરી દેવામાં આવ્યો હતો.  જ્યાં ડોકટરો દ્વારા બંને આંખોનું તેજ જવા અને બ્લેક ફંગસનો અસર જડબા સુધી આવવા ઉપર જડબા અને આંખ કાઢવાની વાત કરી. જેના કારણે પરિવારજનો તેની સારવાર કરાવ્યા વગર જ ગામમાં પાછા લઈને આવી ગયા.

દર્દીના ગાયબ થવાની જાણકારી મળવા ઉપર સર્વે ટિમ દ્વારા દર્દીના ઘરે જઈને તપાસ કરવામાં આવી. ત્યારે સ્થાનિક પ્રશાસન, તલાટી અને ખંડ અધિકારી મેડિકલ ટિમ દ્વારા ઘણી માથાકૂટ બાદ ફરીવાર સારવાર કરવા માટે પરિવારજનોને રાજી કરવામાં આવ્યા. સહમતી થવા ઉપર ફરીથી સરકારી સહાયતા દ્વારા 30 મેના રોજ દર્દીને ફરીથી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો.

ફરીવાર ડોકટરો દ્વારા આંખ અને જબડું કાઢવાની વાત કરવા ઉપર તેને પરિવારજનો ફરીથી ઘરે લઇ આવ્યા. ફરીવાર જયારે ગામની અંદર દર્દીને પાછા લાવવાની વાત ગામના લોકોને જાણવા મળી તેમને ગામમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી. જેના બાદ પરિવારજનો દર્દીને ખેતરમાં બનેલી વાડીમાં લઇ ગયા. અને ત્યાં તાંત્રિક પાસે વિધિ કરાવવા લાગ્યા.

તો આ બાબતે દર્દીના પુત્ર હીરરામ દેવાસીનું કહેવું છે કે જો જબડું અને આંખો કાઢવામાં આવશે તો તેમના પાછળ કઈ નહીં રહે મુખ્ય અંગ નીકાળવા બાદ. તેનાથી સારું છે ઘરે જ દેખરેખ કરીશું. દવાઓ સાથે દેવી દેવતાઓની આરાધનાથી સાજા થઇ જશે.

Niraj Patel