આ ખેતી કરીને લાખો કમાઈ રહ્યા છે ખેડૂત, સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ…આ ખેતી કરી લો માલામાલ થઇ જશો

આ ખેતી તરફ દોડી રહ્યા છે ખેડૂતો, હવે 2000 હેકટરમાં થઇ રહી છે ખેતી, લાખો રૂપિયા કમાવવા હોય તો જ વાંચજો

મખાનાને સુપર ફૂડ માનવામાં આવે છે.બજારમાં મખાના મસાલાયુક્ત અને પ્લેન એમ બંને પ્રકારના મળી આવે છે. આજે ખેડૂત ધાન્યને છોડીને મખાનાની ખેતી તરફ વધ્યા છે. મખાનાની ખેતી દ્વારા ખેડુતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મખાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે, જેને લીધે તેનું વેંચાણ પણ બજારમાં ખુબ મોટા પાયે થાય છે. ખેડૂતને ધાન્યની તુલનામાં મખાનાની ખેતી દ્વારા વધુ નફો મળી રહ્યો છે.

દેશના 20 હજાર હેકટર્સમાં મખાનાની ખેતી થાય છે, જેમાં 80 ટકા ઉત્પાદન માત્ર બિહાર દ્વારા જ થાય છે. પૂર્ણિયા, કટિહારથી લઈને અરરિયા જેવા જિલ્લાથી લઈને મધુબનીના ખેડૂત મખાનાની ખેતી દ્વારા માલામાલ થઇ રહ્યા છે. એવા વિસ્તારો કે જ્યા પાણીના પૂરને લીધે પાક નષ્ટ થઇ જતો હતો તેવી જગ્યાઓ પર પણ ખેડૂતો મખાનાની ખેતી કરીને સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. નીચાણ વાળી જમીનમાં પણ સારી રીતે મખાનાની ખેતી થઇ શકે છે, કે જ્યા પાણીનો ભરાવો હોય. મખાનાની ખેતી માટે ભરપૂર પાણીની આવશ્યક્તા રહે છે. આવો તો જાણીએ કે કેવી રીતે ખેડૂતો કરે છે મખાનાની ખેતી.

મખાનાનું વાવેતર પાણીયુક્ત કે કીચડયુક્ત જમીનમાં કરવામાં આવે છે. મખાનાના છોડ પાણીના સ્તર સાથે આગળ વધે છે, છોડના પાન પાણીની સપાટી પર ફેલાઈ છે,જયારે પાણી ઘટવા લાગે છે ત્યારે પાન ખેતરની જમીનના સ્તર પર ફેલાવા લાગે છે. જેના પછી ખેડૂત ફળને એકત્રિત કરી તેને પાણીની બહાર કાઢે છે, આ બધી પ્રક્રિયામાં ખુબ સાવધાની રાખવી પડે છે.

અમુક ખેડૂતો સામાન્ય ખેતરોમાં પણ મખાનાની ખેતી કરે છે, ખેતરમાં 6 થી 9 ઇંચ સુધી પાણી ભરીને તળાવયુક્ત બનાવીને તેમાં વાવેતર કરવામાં આવે છે. બિહારના દરભંગાના મજૂરોની માંગ મખાનાની ખેતી માટે ખુબ મોટા પાયે હોય છે કેમ કે તેઓ ‘ગોરીયા’માં ખુબ એક્સપર્ટ હોય છે. ગોરીયા મખાનાની ખેતીથી તૈયાર કાચા માલને કહેવામાં આવે છે. તેના લાવાને બહાર કાઢવું માત્ર એક્સપર્ટ મજૂરો જ કરી શકે છે, જેના માટે દરભંગાના મજૂરો બેસ્ટ માનવામાં આવે છે.

એક હેક્ટરની જમીનમાંથી 28 થી 30 કવીન્ટલ સુધીની પેદાશ ઉપલબ્ધ થઇ શકે છે. પ્રતિ એકડની ખેતી માટે 20 થી 25 હજારનું નિવેશ કરવામાં આવે છે જયારે નફો 60 થી 80 હજાર સુધી મળે છે. મખાનાની ખેતી માટે માર્ચથી ઓગસ્ટ બેસ્ટ સમય માનવામાં આવે છે.બિહારના દરભંગામાં રાષ્ટ્રીય મખાના શોધ કેન્દ્રની સથાપના વર્ષ 2002માં થઇ હતી.જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના અંતર્ગત કામ કરે છે. મખાનાના નિર્યાતથી દેશને દર વર્ષે 22થી 25 કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે.

મખાનાના ઉત્પાદન માટે કોઈણ પ્રકરના કીટનાશકનો ઉપીયોગ કરવામાં નથી આવતો માટે તેને ઓર્ગેનિક ફૂડ પણ કહેવામાં આવે છે. વ્રત અને પૂજામાં પણ તેનો ઉપીયોગ કરવામાં આવે છે.મખાનામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, ફોસ્ફરસ અને લોહ ભરપૂર માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ છે. હૃદયના સ્વાસ્થ્ય માટે મખાનાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, આ સિવાય તે સાંધાઓને પણ મજબૂત બનાવે છે અને કિડની માટે પણ ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે.

Krishna Patel