ખબર

સુરતમાં 8 મુ ભણતી વિદ્યાર્થીની સાથે ક્લાસરૂમમાં ગંદી હરકત કરતો શિક્ષક ઝડપાયો, જુઓ સીસીટીવી કેમેરાના દ્રશ્યો

સુરતમાં પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકની લંપટ લીલાનો વીડિયો આવ્યો સામે- આ રીતે ફૂટ્યો ભાંડો

આપણે ત્યાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે, ઈશ્વર અને માતા-પિતા બાદ જો કોઈ પૂજનીય વ્યક્તિ હોય તે ગુરુ છે. પરંતુ આજે સમય ઘણો બદલાઈ ગયો છે અને ઘણા શિક્ષકો પોતાના ગુરુ ધર્મ પણ ભૂલી ગયા છે, આવી ઘણી જ ઘટનાઓ આપણી આસપાસ થતા આપણે જોઈ હશે, ત્યારે એવી જ એક ઘટના હાલ સુરતમાંથી આવી છે, જેને ગુરુ શિષ્યના સંબંધોને શર્મસાર કરી નાખ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા સચિન વિસ્તારની સનલાઇટ સ્કૂલના શિક્ષકે રીસેસના સમયમાં કલાસ રૂમની અંદર એકલી બેસી રહેલી ધોરણ 8ની વિધાર્થીનીની છેડતી કરી હતી. પરંતુ તેની આ શરમજનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો જોઈને સગીરાના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર નિલેશ નામના આ શિક્ષકે ચાલુ ક્લાસે આ વિધાર્થીનીની છેડતી કરી હતી, જેનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો, વીડિયોમાં જોઈ શકાય છે કે જયારે સગીરા ક્લાસમાં એકલી બેઠી હતી ત્યારે નિલેશ નામનો શિક્ષક તેની બાજુમાં બેસી જાય છે અને તેની સાથે અડપલાં કરવા ઉપરાંત તેને ખરાબ રીતે સ્પર્શે પણ છે.

આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે લેપટોપમાં આ વીડિયો જોયો. કોરોનાના કારણે સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું નિધન થયું હતું, જેના બાદ મૃતક પ્રિન્સિપાલના પરિવારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને તેમનું લેપટોપ પરત કર્યું હતું, જેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આ વીડિયો જોઈને ચોંકી ઉઠ્યા હતા.

ત્યારે આ મામલામાં શિક્ષક નિલેશે પોતાના ઉપર લાગેલા આરોપો ફગાવી દીધા અને વિધાર્થીની તેની પરિચિત હોવાનો પણ દાવો કરી રહ્યો છે. ત્યારે હાલ આ સમગ્ર મામલો DEOને ફરિયાદ કરવામાં આવી છે. શાળા સંચાલકના કહેવા પ્રમાણે લેપટોપમાંથી શિક્ષક નિલેશના એક નહીં પણ 5 અલગ-અલગ વીડિયો મળી આવ્યા છે. આચાર્યએ પુરાવા એકત્ર કરી રાખ્યા હતા પરંતુ, તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ મોતને ભેટ્યા હતા.