કોના પ્રેમમાં ડો.મશહૂર ગુલાટીની થઇ આવી હાલત, રસ્તા કિનારે વેચી રહ્યા છે હોટ ડોગ- જુઓ વીડિયો

ઇ-રિક્ષા ચલાવ્યા બાદ હવે રસ્તા પર હોટ ડોગ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર, યુઝર્સ બોલ્યા- આ દુનિયાની બધી જોબ કરશે

ક્યારેક ‘ગુત્થી’ બની તો ક્યારેક ‘ડોક્ટર મશહૂર ગુલાટી’ બની એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરે લોકોને ખૂબ હસાવ્યા. કપિલ શર્મા સાથે મળી ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’માં તેણે ખૂબ રંગ જમાવ્યો, પણ બાદમાં બંને અલગ થઇ ગયા. ચાહકો ઘણા સમયથી એકવાર ફરી બંનેને સાથે જોવા ઇચ્છી રહ્યા છે.

ઇ-રિક્ષા ચલાવ્યા બાદ હવે રસ્તા પર હોટ ડોગ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર

કપિલ અને સુનીલના ચાહકો માટે સારી ખબર એ છે કે ફરી એકવાર બંને સ્ટાર્સ નેટફ્લિક્સના શોમાં સાથે નજર આવવાના છે. આ વચ્ચે સુનીલ ગ્રોવર તેના અજબ-ગજબ કારનામાથી ચાહકોને ચોંકાવી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા તે રસ્તા પર ઇ રિક્ષા ચલાવતા જોવા મળ્યો હતો, ત્યારે હવે તે રસ્તા પર હોટ ડોગ અને પેટીઝ વેચતો જોવા મળી રહ્યો છે. સુનીલ ગ્રોવરે તેના ઓફિશયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તેને રસ્તા કિનારે લારી પર હોટ ડોગ વેચતો જોઇ શકાય છે.

યુઝર્સ બોલ્યા- આ દુનિયાની બધી જોબ કરશે

સુનીલ મોટા તવા પર બ્રેડ રાખી સેંકતો પણ વીડિયો જોઇ શકાય છે. આ વીડિયો શેર કરી કેપ્શનમાં સુનીલ ગ્રોવરે લખ્યુ છે- માંગતા હૈ ? વીડિયોમાં તેને ગ્રે જેકેટ અને બ્લેક ટ્રેક પેન્ટમાં કેઝ્યુઅલ લુકમાં જોઇ શકાય છે.આ વીડિયો પર ઘણા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાંથી એકે લખ્યુ છે કે- આ દુનિયાની બધી જોબ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

Shah Jina