શું “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”માં થઇ રહી છે જૂની અંજલિ ભાભીની વાપસી ? જાણો આ પર સુનૈના ફોજદારે શુ કહ્યુ..

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં અંજલિ ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મહેતાને અભિનેત્રી સુનૈના ફોજદારે રિપ્લેસ કરી દીધી છે. લગભગ 7-8 મહિનાથી સુનૈના શોમાં અંજલિ ભાભીનો રોલ કરી રહી છે. સુનૈના ઘણી હદ સુધી આ રોલ પર હવે ફિટ પણ બેઠી ગઇ છે. દર્શકોએ પણ ધીરે ધીરે તેને અપનાવી લીધી છે. ત્યાં જ અંજલિ ભાભીનુ લાંબાં સમયથી પાત્ર નિભાવનાર નેહા મહેતાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તે TMKOC માં વાપસી કરવા ઇચ્છે છે.

ઘણા દિવસથી “તારક મહેતા”માં નેહા મહેતાની વાપસીની ખબરો સામે આવી રહી છે. જો કે, આ પર સુનૈના ફોજદારે રિએક્ટ કર્યુ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં કહ્યુ કે, નેહા આ શોમાં પાછી લાવવી અને તેને રિપ્લેસ કરવાનો નિર્ણય પ્રોડયુસર્સનો છે. મને કોઇ આઇડિયા નથી. છેલ્લા 8 મહિનાથી હું અંજલિનું પાત્ર નિભાવુ છુ. જો નેહા શોમાં પાછી આવવા ઇચ્છે છે તો આ પ્રોડયુસર્સ પર નિર્ભર કરે છે. હું કોઇ નથી જે આના પર કંઇ કમેન્ટ કરુ.

તમને જણાવી દઇએ કે, એવી ચર્ચા થઇ હતી કે, નેહા મહેતાએ શોમાં પાછા આવવાની ઇચ્છા જાહેર કરી છે. “તારક મહેતા”માં લાંબા સમયથી દિશા વાકાણી ગાયબ છે. તે શોમાં દયાબેનનું પાત્ર નિભાવતી હતી. દયાબેનને પાછા લાવવાની ચાહકો માંગ કરી રહ્યા છે.

જયારે શોમાં દયાબેનની વાપસી વિશે સુનૈનાને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, આ નિર્ણય પણ પ્રોડયુસર્સનો છે. તેઓ જ નક્કી કરશે કે દયાબેનનું પાત્ર કોણ નિભાવશે. આ વિશે શોની કાસ્ટ એટલે કે અમને વધારે કંઇ ખબર હોતી નથી.

નેહા મહેતાએ ફેબ્રુઆરીમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ  હતુ કે તેને પ્રોડયુસર્સ દ્વારા શોમાં કમબેક માટે અપ્રોચ કરવામાં આવી છે. આ રીતની અફવાઓમાં કોઇ હકિકત નથી. હું શોમાં ત્યારે જ પાછી આવીશ જયારે ઓડિયન્સ, પ્રોડકશન હાઉસ અને તેનલ મને લાવવા ઇચ્છશે.

તેણે આગળ કહ્યુ કે, શો છોડ્યા બાદ મેં કયારેય પ્રોડયુસર્સને ફોન કરીને શોમાં વાપસીની ઇચ્છા જાહેર કરી નથી. મારી પહેલી પ્રાથમિકતા હંમેશા ઓડિયન્સ અને વ્યુઅર રહેશે જેમણે મને આટલા વર્ષો સુધી ઘણો બધો પ્રેમ આપ્યો. મને નથી ખબર કે આવી વાતો કયાંથી વાયરલ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, નેહાએ શો છોડવાનુ કોઇ કારણ જણાવ્યુ ન હતુ. તેણે કહ્યુ કે, કેટલીક વસ્તુઓ પર શાંત રહેવુ જ ઠીક હોય છે.

Shah Jina