આ દેશના રણમાં હજારો વર્ષોથી દટાયેલુ મળ્યું સૂર્ય મંદિર, જોઈને પુરાતત્વવિદોએ કહ્યું, ‘આ દશકાની સૌથી મોટી શોધ’,જુઓ તસવીરો

કેટલાક પુરાતત્વવિદો ઇજિપ્તની રાજધાની કૈરોની દક્ષિણે આવેલા શહેર અબુ ગોરાબના રણમાં ખાણકામ કરી રહ્યા હતા. અચાનક તેને એક એવું પ્રાચીન મંદિર મળ્યું, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગય. આ મંદિર સૂર્ય ભગવાનનું છે. તે છેલ્લા 4500 વર્ષથી રણમાં દટાયેલું હતું. ઇજિપ્તના પુરાતત્વવિદોનું માનવું છે કે છેલ્લા દાયકાની આ સૌથી મોટી શોધ છે. તે ઇજિપ્તીયન ફેરોહ(Pharoaoh) દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ઇજિપ્તમાં અત્યાર સુધીમાં બે પ્રાચીન સૂર્ય મંદિરો મળી આવ્યા છે. જો કે, વોર્સો સ્થિત એકેડેમી ઓફ સાયન્સના ઇજિપ્તોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુઝોલોએ જણાવ્યું હતું કે અમે આવી પ્રાચીન વસ્તુઓની શોધ માટે ઘણો સમય ફાળવ્યો છે. પરંતુ જ્યારે કંઈક એવું જોવા મળે છે જે સમગ્ર સભ્યતા, સંસ્કૃતિ અને તે સમયના બાંધકામના વિજ્ઞાનને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. ઘણું શીખવા મળે છે.

પુરાતત્વવિદો અનુસાર, આ મંદિર પાંચમા સામ્રાજ્યના ફેરોહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારે તે જીવતો હતો. તેનો હેતુ એ હતો કે લોકો તેને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ, પિરામિડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ફારુનની કબર તેના મૃત્યુ પછી બનાવવામાં આવી હતી. જેથી મૃત્યુ પછી તે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે.

ઈજિપ્તના ઉત્તરમાં પુરાતત્વવિદોને મળેલા સૂર્ય મંદિર પરથી જાણવા મળ્યું કે દેશમાં વધુ સૂર્ય મંદિરો છે. જે બાદ દેશભરમાં આ મંદિરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે ઈજીપ્તમાં આવા છ સૂર્ય મંદિરો છે, જે 4500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એક હમણાં જ અબુ ગોરાબના રણમાંથી મળી આવ્યો છે.

ઇજિપ્તના પાંચમા સામ્રાજ્યના ફેરોહ ન્યુસેરે ઇનીએ આ મંદિરોનું નિર્માણ કર્યું હતું. હવે જે મંદિર મળ્યું છે તે પણ તેમણે જ બંધાવ્યું હતું. નુસિરી ઈનીએ 25મી સદી પૂર્વે 30 વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે પુરાતત્વવિદોએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મંદિર માટીની બનેલી ઈંટો વડે બનાવવામાં આવ્યું હતું. જેનો બે ફૂટ ઊંડો પાયો ચૂનાના પત્થરમાંથી બનાવવામાં આવ્યો હતો.

નિષ્ણાતો માને છે કે મૂળ મંદિર ખૂબ જ અદભૂત હોવું જોઈએ. કારણ કે અબુ ગોરાબમાં મળેલા અવશેષોને લઈને આ મંદિરની ડિઝાઈન કોમ્પ્યુટરમાં બનાવી. જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય પુરાતત્વવિદોને પ્રાચીન સ્થળ પરથી બિયરની બરણીઓ મળી આવી હતી, જે માટીથી ભરેલી હતી. આ બરણીઓમાં સૂર્ય ભગવાનને કોઈ પૂજાપાઠ માટે ચઢાનો ધરવામાં આવતો હશે.

YC