બૉલીવુડ રૂપસુંદરી જેકલીનને કરોડોની ગિફ્ટ આપનાર સુકેશે પોતાના બૈરાં માટે જેલમાં બેઠા બેઠા કર્યું વિચિત્ર કામ, જાણીને ઉડશે હોંશ

200 કરોડના ઠગ મામલે તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર પોતાની પત્નીને મળવા માટે ભૂખ હડતાલ પર બેસી ગયો છે. સુકેશની પત્નીનું નામ લીના મારિયા પોલ છે જે તિહાડ જેલમાં બંધ છે. લીના જેલ નંબર 6માં બંધ છે. નિયમ પ્રમાણે ફક્ત બે વખત જ મળવાની છૂટ છે પરંતુ સુકેશ નિયમોની વિરુદ્ધ જઈને વધારે વખત મળવા માંગે છે. તેના માટે મંજૂરી ના મળતા તે તિહાડ જેલમાં ભૂખ હડતાલ પર બેસી ગયો છે.

કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર પહેલા તે 23 એપ્રિલથી 2મે સુધી ભૂખ હડતાલ પર હતો. તેને ગ્લુકોઝ આપવામાં આવતું હતું. પછી એક દિવસ છોડીને 4મે થી 12મે સુધી ભૂખ હડતાલ પર હતો. આ દરમ્યાન તેને લીકવીડ ડાયટ આપવામાં આવી રહ્યું છે. તિહાડ જેલના પ્રમાણે હાલ તે ભૂખ હડતાલ પર નથી. સુકેશ પર જેલ પ્રશાશન બારીકાઇથી નજર રાખી રહ્યા છે.

200 કરોડ રૂપિયાના ઠગ મામલે આરોપી ઠગ સુકેશ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ મામલે તિહાડ જેલના એક જેલરની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ તિહાડ જેલના જેલરની ધરપકડ કરી છે. આરોપીનું નામ પ્રકાશ ચંદ છે.

જે 2019થી 2021 સુધી રોહિણી જેલમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડના પદ પર હતો. જેલર પ્રકાશ ચંદ પર ઠગ સુકેશ ચંદ્રશેખરની મદદ કરવાનો આરોપ લાગેલો છે. આરોપી પ્રકાશ ચંદ તિહાડ જેલમાં જેલ નંબર 2માં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડના પદ પર તૈનાત હતો.

સુકેશે 17 વર્ષની ઉંમરથી જ લોકોને ઠગવાનું શરુ કરી દીધું હતું. સુકેશ પર તિહાડ જેલની અંદરથી 200 કરોડ રૂપિયાનું એક્સટોર્શન રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. એક રાજનેતાના સબંધીના સ્વરૂપે સુકેશે કથિત રીતે 100થી વધુ લોકોને ઠગ્યા છે અને કરોડો રૂપિયા વસૂલ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે ઠગ સુકેશ તિહાડ જેલમાંથી નીકળવા માટે કોશિશ કરી રહ્યો છે. કોઈ પણ રીતે તે હવે તિહાડ જેલમાંથી નીકળીને દેશના અન્ય રાજ્યની જેલમાં શિફ્ટ થવા માંગે છે. તેની માંગ બેંગલુરુ જેલમાં ટ્રાન્સફર થવાની છે જેના માટે કોર્ટનો સહારો લઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂખ હડતાલ કરવાના કારણે ઠગ સુકેશનું 5 કિલો વજન પણ ઓછું થઇ ગયું છે. પહેલા તેનું 72 કિલો વજન હતું જે હવે 67 કિલો થઇ ગયું છે.

Patel Meet