બોલીવુડ હિરોઈન જેકલીન બહુ હોશિયારી મારતી હતી, ઓફિસરે ભોપાળું છતું કર્યું, ઠગ સુકેશે હિરોઈન માટે 4-4 વાર પ્રાઇવેટ જેટ માટે ટિકિટ કરાવી હતી, જાણો અંદરની વાત

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સોમવારે ફરી એકવાર ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા ખંડણીના કેસની તપાસના સંદર્ભમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) સમક્ષ હાજર થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જેકલીનની લગભગ સાત-આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેકલિને સુકેશ ચંદ્રશેખર તરફથી મળેલી ગિફ્ટની યાદી EOWને સોંપી દીધી છે. EOWએ જેક્લિનના ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીને પણ આજે હાજર થવા માટે કહ્યું છે. લિપાક્ષીએ બીમાર હોવાનું કહીને આવવાની ના પાડી હતી. લિપાક્ષીને હવે બુધવારે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ બીજી વખત છે જ્યારે જેકલીનને દિલ્હી પોલીસે આ કેસમાં તેની કથિત ભૂમિકા માટે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું. મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે ચાર વખત પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ આ વાતની કબૂલાત કરી છે. જેકલીને સોમવારે પૂછપરછ દરમિયાન સુકેશ પાસેથી મળેલી કિંમતી ભેટોની યાદી સોંપી હતી. જેમાં કિંમતી બેગ તેમજ જ્વેલરી અને કાર્ડનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જેકલીન તપાસમાં સહકાર આપી રહી છે.

બુધવારે પ્રથમ પૂછપરછ દરમિયાન પોલીસે જેકલીનને સુકેશ પાસેથી મળેલી ભેટની યાદી લાવવા કહ્યું હતું. આ ઉપરાંત, પોલીસે તેને વર્ષ 2020 અને 2021 માટે તેના બેંક ખાતાની વિગતો આપવા કહ્યું હતું. સોમવારે બપોરે પૂછપરછ માટે આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચેલી જેકલીન તમામ માહિતી સાથે પહોંચી હતી. જેકલીને કિંમતી ભેટોની યાદી પોલીસને સોંપી હતી. જેમાં મોંઘીદાટ બેગ, દાગીના અને કાર્ડ હતા. પોલીસે તેની પૂછપરછ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે સુકેશે તેને આ ભેટ ક્યારે અને કોના દ્વારા આપી હતી. પૂછપરછ દરમિયાન જેકલીન થોડી ગભરાઈ ગઈ હતી પરંતુ બાદમાં તેણે પોલીસને તમામ માહિતી આપી હતી.

અભિનેત્રીએ વિદેશમાં તેના માતા-પિતાને આપેલી ભેટ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરી કે સુકેશે તેના માટે પ્રાઈવેટ જેટ ક્યારે બુક કરાવ્યું હતું. આ સવાલના જવાબમાં તે કંઈ બોલી શકી ન હતી. પરંતુ જ્યારે પોલીસે તેને બુક કરાયેલ જેટની યાદી બતાવી તો તેણે તે સ્વીકારી લીધું. તેણે જણાવ્યું કે સુકેશે તેના માટે ચાર વખત પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જેકલીન ફર્નાન્ડીઝ તપાસમાં સહયોગ કરી રહી છે. પોલીસે તેને જરૂર પડ્યે તપાસમાં હાજર રહેવા જણાવ્યું છે. તે આ માટે સંમત પણ થઇ છે.

તમને જણાવી દઈએ કે ગયા બુધવારે પિંકી ઈરાની સાથે ફર્નાન્ડિસની આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઈરાનીએ જ કથિત રીતે અભિનેત્રીનો ચંદ્રશેખર સાથે પરિચય કરાવ્યો હતો. બુધવારે જેકલીન EOW ટીમની સામે કેટલાક પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ હતી, ત્યારબાદ જેકલીનને બેંક ખાતાની વિગતો અને સુકેશને મળેલી વિગતો માંગવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina