પર્પલ ડ્રેસમાં સુહાના ખાનનો ગોર્જીયસ લુક, ચાહકોએ કરી મનભરીએ પ્રશંસા
બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અવાર-નવાર પોતાના વીડિયો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લીધે ચર્ચામાં બનેલી રહે છ. હાલ સુહાના ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. લોકડાઉન લાગુ થતા સુહાના ખાન ભારત આવી ગઈ હતી, પણ અનલોક થતા જ સુહાના ફરીથી ન્યુયોર્ક ચાલી ગઈ છે.

ન્યુયોર્ક જતા જ સુહાના પોતાની અપડેટ્સ લગાતાર ચાહકોને આપતી રહી છે. એવામાં એકવાર ફરીથી સુહાના ખાનની તસ્વીરે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. સુહાનાએ ન્યૂયોર્કથી પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે, તસ્વીરોની સાથે સુહાનાએ એક વીડિયો ક્લિપ પણ શેર કર્યો છે.

તસવીરમાં સુહાનાએ પર્પલ રંગનો બોડીકૉન ડ્રેસ પહેરી રાખયો છે અને તે બાલ્કનીમાં ઉભેલી છે અને પોતાની મિત્ર સાથે પોઝ આપી રહી છે. આ લુકમાં સુહાના પોતાનું આકર્ષક બોડી ફ્લોન્ટ કરી રહી છે.
View this post on Instagram
સુહાના આ લુકમાં ખુબ જ બોલ્ડ લાગી રહી છે અને તવસીર સામે આવતા જ તેના પર દોઢ લાખથી પણ વધારે વાર લાઇક્સ આવી ચુકી છે.ચાહકો તેની તસવીર પર સ્ટનિંગ, આઇકોન, ગોર્જિયસ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.