સુહાના ખાને બોડીકોન ડ્રેસમાં મિત્રો સાથે આપ્યા પોઝ, તસવીરોમાં જોવા મળ્યો શાહરૂખ ખાનની દીકરીનો સ્ટાઇલિશ લુક

ન્યુયોર્કમાં મિત્રો સાથે એન્જોય કરી રહી છે સુહાના ખાન, કિંગ ખાનની દીકરીની અદાઓ જોઇ ચાહકો બોલ્યા વાહ !

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ફિલ્મ જગતમાં પગ તો નથી મૂક્યો પરંતુ તેની કોઇ ઓળખ આપવાની જરૂર નથી. સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ તેની ગ્લેમરસ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે.

Image source

સુહાના ખાન તેના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે.  તે આ દિવસોમાં ન્યુયોર્કમાં છે. સુહાના ખાનની હાલમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Image source

સુહાના આ તસવીરોમાં તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે ક્રીમ કલરના કપડા પહેર્યા છે. તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં સુહાના ખાન તેની જવેલરી પણ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

આ પહેલી વાર નથી કે તેણે તેની ખૂબસુરત તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ સુહાના ખાનની ઘણી તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. સુહાના બોડીકોન ટુ પીસ ડ્રેસમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. તે મિત્રો સાથે ખૂબ જ એન્જોય કરતી પણ જોવા મળી હતી. સુહાનાની આ તસવીર પર બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની માતા ભાવના પાંડે એ પણ કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાના તેના અંદાજ અને તેના લુક્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. સુહાનાના આ અંદાજને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સુહાના ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે લાંબા સમય પછી ત્યાં ગઇ છે. કોરોના વાયરસની મહામારીને કારણે સુહાના ભારત આવી હતી અને પરિવાર સાથે મુંબઇમાં રહેતી હતી.

Image source

તમને જણાવી દઇએ કે, સુહાના ખાન તેનો બાકીનો અભ્યાસ પૂરો કરવા માટે ન્યુયોર્ક પહોંચી હતી. તેને મૂકવા માટે પિતા શાહરૂખ ખાન અને ભાઇ અબરામ પણ એરપોર્ટ પહોંચ્યા હતા.

Shah Jina