શાહરૂખ ખાને લાડલી સુહાનાને આપી સલાહ- એવા છોકરાઓને લાત મારવાની

21 વર્ષની થઇ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન, જુઓ બાપ શાહરૂખે દીકરીને કેવી કેવી સલાહ આપી

બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનનો આજે 21મો જન્મદિવસ છે. સુહાનાએ હજી સુધી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ નથી. પરંતુ સોશિયલ મીડિયાા પર તે પહેલાથી જ ઘણી પોપ્યુલર છે. બોલિવુડમાં આવ્યા પહેલાથી જ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.

સુહાના ખાનના જન્મદિવસના અવસર પર તેના મિત્રો અને ચાહકો સોશિયલ મીડિયા પર તેને બર્થ ડે વિશ કરી રહ્યા છે. તેના જન્મદિવસના આ ખાસ અવસર પર તેની માતા ગૌરી ખાને સોશિયલ મીડિયાા પર પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)

સુહાના ખાન બોલિવુડની સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કિડ્સ છે. તે તેના પિતાની ઘણી નજીક છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2017માં કિંગ ખાને સ્પષ્ટ કહ્યુ હતુ કે, જો કોઇ છોકરો તેમની દીકરીને ડેટ કરવા ઇચ્છે છે તો તેને કેટલાક મુશ્કિલ રૂલ્સ ફોલો કરવા પડશે, જે તેમણે પોતે બનાવ્યા છે.

‘ફેમિનાા’ને આપેલા ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને કહ્યુ હતુ કે, તેમની દીકરીની લાઇફમાં સારો વ્યક્તિ આવવો જોઇએ જેને 7 રૂલ્સ ફોલો કરવા જ પડશે. આ રૂલ્સ જોઇએ તો,

1) નોકરી હોવી જોઇએ

2) એ ધ્યાન રાખવુ કે તે મારી રાજકુમારી છે, તે તેને જીતી નથી

3) જેવુ તે તેમની રાજકુમારી સાથે વર્તન કરશે, શાહરૂખ તેવુ જ તેની સાથે કરશે

4) જો તેને તંગ કરી તો મને જેલ જવાનો ડર નથી.

5) વકીલ હંમેશા સાથે રહેશે

6) તે હંમેશા તેની પર નજર રાખશે

7) તેને એવુ સમજવાનુ કે હું તેને પસંદ કરતો નથી

સુહાના હાયર એજ્યુકેશનનો અભ્યાસ કરી રહી છે. તેને ડાંસિંગ અને સ્પોર્ટ્સ ઘણુ પસંદ છે. તેણે 18 વર્ષની ઉંમરે મેગેઝીન પર ડેબ્યુ કર્યુ હતુ. તે ગ્લેમર મેગેઝીનના ફ્રંટ પંજ પર ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. શાહરૂખ ખાને પોતે મેગેઝીનનું કવર પેજ લોન્ચ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ‘કોફિ વિથ કરણ’ના પાંચમા સિઝનમાં શાહરૂખ અને આલિયા પહોંચ્યા હતા. શોમાં કરણે પૂછ્યુ કે, જો તમારી દીકરી સુહાનાને 16 વર્ષની ઉંમરમાં બોયફ્રેન્ડ હોય અને તે તેને કિસ કરવાની કોશિશ કરે તો તમે શુ કરશો ?

આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને કહ્યુ, મારી દીકરીને તેનો બોયફ્રેન્ડ કિસ કરવાની કોશિશ કરશે તો હું તેના હોઠ કાપી દઇશ. આ પર કરણ જોહરે કહ્યુ કે, મને ખબર છે કે તમે 100 ટકા આવું જ કરશો.

શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેમણે સુહાનાને છોકરાઓ વિશે શુ સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, હું મારી દીકરી સુહાનાને કહીશ કે જો કોઇ છોકરો તને કહે કે, રાહુલ નામ તો સાંભળ્યુ હશે, તો તે તારી સાથે છેડખાનીની કોશિશ કરી રહ્યો છે. તેને એક લાત મારજે.

સુહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની શોર્ટ ફિલ્મ “ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ” રિલીઝ થઇ છે, જેમાં ચાહકોને તેનું કામ ઘણુ જ પસંદ આવ્યુ છે.

Shah Jina