ક્યારેય ખાધી છે સુહાગરાત વાળી ખીર ? આ પ્રખ્યાત શેફે બનાવી છે, જુઓ અંદર શું શું નાખ્યું છે ?, વાયરલ થયો વીડિયો

આ પ્રખ્યાત શેફે બનાવી સુહાગરાત વાળી ખીર, જણાવ્યું કેવી ખાસ પ્રકારથી બનાવી હતી, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો…

marrige first night khir: ભારતની અંદર ખીર (khir) એક એવી વાનગી છે જે મોટાભાગના શુભ પ્રસંગોમાં મીઠાઈ તરીકે ખાવામાં આવતી હોય છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારે ખીર બનાવવામાં આવતી હોય છે. પરંતુ ખીર ખાવાની જે મજા છે તે તો ખીર ખાવાના શોખીનો જ સમજી શકે છે. ભારત (india) માં તે સાબુદાણા, સફરજન, મખાના વગેરે સાથે ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે, પરંતુ ચોખાની ખીર સૌથી વધુ લોકપ્રિય છે.

આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને તેમાં દરરોજ કંઈક અનોખું જોવા મળે છે. આ વખતે એક ઇન્સ્ટાગ્રામ યુઝરે એક વીડિયો શેર કર્યો છે જેમાં શેફ હરપાલ સોખી એક અનોખી ખીર અને તે કઈ કઈ વસ્તુઓથી બનાવી છે તે જણાવી રહ્યા છે. તેઓ આ ખીરને ‘સુહાગ રાત વાલી ખીર’ કહે છે.

હકીકતમાં એક ઇન્સ્ટાગ્રામ યુઝરે એક વિડિયો શેર કર્યો છે જેમાં શેફ હરપાલ સોખી પોતાના હાથમાં આવેલી પ્લેટમાં કપડાથી ઢંકાયેલ સુંદર ડિઝાઇનવાળા બાઉલમાંથી કપડું હટાવતા જોવા મળે છે અને કહે છે કે આ સુહાગરાત વાલી ખીર છે. કપડું હટાવીને તે કહે છે ચાલો તેનો પડદો ઉપાડીએ…

 

View this post on Instagram

 

A post shared by Chhavi (@ig_empress7)

શેફ વધુમાં કહે છે કે રસપ્રદ વાત એ છે કે આ ખીરમાં શિલાજીત, અશ્વગંધા અને ઘઉં હોય છે. આમાં, ઘઉંને લાંબા સમય સુધી રાંધવામાં આવે છે. પહેલા ઘઉંને આખી રાત પલાળી રાખવા માટે રાખવામાં આવે છે, પછી તેને 2 કલાક માટે ઉકાળવામાં આવે છે અને પછી દૂધ સાથે ઓછામાં ઓછા 3 કલાક સુધી રાંધવામાં આવે છે.  હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel