પહેલા વિદેશમાં કરી નોકરી અને પછી આર્થિક મુશ્કેલીઓને પાર કરી બની આ મહિલા IPS ઓફિસર, જાણો દિલચસ્પ કહાની

કયારેક કર્યુ રિસેપ્શનિસ્ટનું કામ તો કયારેક ભણાવ્યુ ટયૂશન, M.tech બાદ જર્મનીમાં નોકરી, પછી નોકરી છોડી બની IPS

IPS પૂજા યાદવે એમ.ટેક કર્યા બાદ કેનેડા અને જર્મનીમાં નોકરી કરી, પરંતુ એવો સમય આવ્યો કે તેમણે નોકરી છોડી દીધી અને મહેનતના દમ પર IPS ઓફિસર બની.

હાલમાં એસ્પિરેંટ નામની એક વેબ સીરીઝ આવી હતી, જેમાં UPSCની તૈયારી કરી રહેલ ત્રણ મિત્રોની કહાની જણાવવામાં આવે છે. આ મોકા પર અમે તમને એક આવી જ સ્ટોરી જણાવવા જઇ રહ્યા છીએ જેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને UPSCની પરિક્ષા પાસ કરી.

હરિયાણાની રહેવાસી પૂજા યાદવે તેનો શરૂઆતી અભ્યાસ હરિયાણાથી જ કર્યો છે. તે બાદ તેમણે બાયોટેક્નોલોજી એન્ડ ફૂડ ટેક્નોલોજીમાં એમટેક કર્યુ. એમટેક કર્યા બાદ તેમણે કેટલાક વર્ષો સુધી કેનેડા અને જર્મનીમાં નોકરી કરી.

યુપીએસસી પાઠશાળાની રીપોર્ટ પ્રમાણે, કેટલાક વર્ષો સુધી કેનેડા અને જર્મનીમાં નોકરી કર્યા બાદ પૂજા યાદવને અહેસાસ થયો કે તે ભારતના વિકાસમાં યોગદાન આપવાને બદલે કોઇ બીજા દેશના વિકાસ માટે કામ કરી રહી છે. તે બાદ તેણે નોકરી છોડી દીધી અને યુપીએસસીની પરિક્ષા આપવાનો નિર્ણય કર્યો.

પૂજા યાદવે નોકરી છોડી UPSCની તૈયારી શરૂ કરી દીધી. પરંતુ પહેલા પ્રયાસમાં તેને સફળતા મળી નહિ, તે બાદ બીજા પ્રયાસમાં સફળતા મળી અને વર્ષ 2018 કૈડરની IPS નિયુક્ત કરવામાં આવી.

પૂજા યાદવે એમટેક પહેલા કર્યુ અને તે બાદ વિદેશી નોકરી છોડી ભારત આવી અને IPS ઓફિસર બની ગઇ. પરંતુ આ તેના માટે સરળ હતુ નહિ. પૂજાનો પરિવાર આર્થિક રૂપથી સધ્ધર હતો નહિ અને આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

પૂજા યાદવને તેમના પરિવારનો હંમેશા સપોર્ટ મળ્યો, પરંતુ આર્થિક મુશ્કેલીઓનો તેમનો સામનો કરવો પડ્યો હતો. એમટેક કરવા દરમિયાન અને યુપીએસસી પરિક્ષાની તૈયારી દરમિયાન પૈસા માટે તેમણે ઘણી રીતના કામ કર્યા. પૂજાએ કયારેક બાળકોને ટ્યુશન ભણાવ્યા તો કયારેક રિસેપ્શનિસ્ટ તરીકે કામ કર્યુ.

રીપોર્ટ અનુસાર, પૂજા યાદવે આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીમાં થઇ હતી. પૂજાના પતિ વિકલ્પ વર્ષ 2016 બેચના છે અને કેરલ કૈડરના અધિકારી છે. પરંતુ લગ્ન બાદ તેમણે ગુજરાત કૈડર ટ્રાંસફરનો અનુરોધ કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, પૂજા યાદવ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને લગભગ 2.5 લાખ લોકોથી વધુ ફોલો કરે છે. તેમનું માનવું છે કે જનતા સાથે વાતચીત કરવા અને પોતાના વિચારને વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાથી સારુ કોઇ મંચ નથી. જે બદલાવ લાવવામાં મદદ કરે છે.

Shah Jina