IGએ સબ ઇન્સ્પેકટરને કહ્યું.. “બંદૂક ચલાઓ..”, પછી SIએ એવી જગ્યાએ નાખી બંદૂકમાં ગોળી કે IG સાહેબને પણ આવી ગયું હસવું.. જુઓ વીડિયો

DIG સાહેબ નીકળ્યા પોલીસ સ્ટેશનની મુલાકાતે.. SIને બંદૂક ચલાવવા કહ્યું તો કર્યું એવું કામ કે બધાએ માથું પકડી લીધું… જુઓ વીડિયો

પોલીસ પ્રજાની રક્ષા કરવા માટે છે અને જરૂર પડે ત્યારે તેમને હથિયારનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે. ત્યારે પોલીસને તાલીમ દરમિયાન જ હથિયારની પણ તાલીમ આપવામાં આવતી હોય છે. હથિયાર કેવી રીતે ચલાવવું તે તેમને તાલીમમાં શીખવવામાં આવે છે, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને કોઈને પણ હસવું આવી જાય.

યુપી પોલીસના એક વીડિયોએ ઘણા પોલીસકર્મીઓની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે. અહીંના આઈજી આરકે ભારદ્વાજ ઓચિંતી તપાસ માટે સંત કબીર નગરના અનેક પોલીસ સ્ટેશનોમાં પહોંચ્યા હતા. અહીં તેમણે તરત જ જવાનોને રાઈફલ લોડ કરીને ચલાવવા માટે કહ્યું, જેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર પણ બંદૂક લોડ કરી શક્યો નહીં. હદ ત્યારે થઈ જ્યારે એસઆઈ સાહેબ બંદૂકમાં ઉપરથી ગોળી નાખવા લાગ્યા.

સબ-ઇન્સ્પેક્ટરને ઉપરથી બંદૂકમાં ગોળી નાખતા જોઈને આઈજી સ્તબ્ધ થઈ ગયા. પાછળ ઊભેલા બીજા અધિકારીએ કપાળ પકડી લીધું. વાસ્તવમાં, આઈજી ભારદ્વાજ ઈચ્છતા હતા કે પોલીસ કર્મચારીઓ દરેક પ્રકારની પરિસ્થિતિ માટે હંમેશા તૈયાર રહે. તેમણે કહ્યું કે ઈમરજન્સીની સ્થિતિમાં જવાનોને ક્યાંય પણ સશસ્ત્ર બોલાવી શકાય છે. આવી સ્થિતિમાં, તેઓ અને તેમના હથિયારો બંને હંમેશા તૈયાર હોવા જોઈએ.

ગન લોડ કરવામાં અનેક પોલીસ કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઈજીએ સતત તાલીમ આપવાનો નિર્દેશ આપ્યો હતો. વાયરલ વીડિયો કોતવાલી ખલીલાબાદ પોલીસ સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં ઘણા સૈનિકો ગન લોડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વાયરલ વીડિયો પર યુઝર્સે વિવિધ કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું છે.

વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘ભાઈ ગન લોડ ન કરી શક્યા? હું આના કરતાં વધુ જાણું છું. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ભાઈ બંદૂકની શોધ સુધી પહોંચી ગયા છે જ્યાં બંદૂકની બેરલમાં ઉપરથી શ્રાપનલ અને ગનપાઉડર ભરવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોને શેર કરતા સંદીપ સિંહ નામના યુઝરે લખ્યું કે, “યુપી પોલીસ મોઢામાંથી ગોળી નાખીને ધાય ધાય..”

Niraj Patel