આ વ્યક્તિના હાથમાં છે એટલી બધી તાકાત કે બે કાર ભેગી મળીને પણ તેને ના કચડી શકી, જુઓ હેરાન કરી દેનારો વીડિયો

ટીવીમાં આપણે WWE જોતા હોઈએ છીએ, જેમાં પહેલવાનો પોતાની પહેલવાની બતાવતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ પહેલવાનીના ઘણા વીડિયો આપણે જોયા હશે, જેમાં એ લોકોની તાકત જોઈને આપણે પણ દંગ રહી જઈએ. પરંતુ હાલ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિની તાકાત જોઈને તમે પણ તેના કાયલ થઇ જશો. સોશિયલ મીડિયામાં તેના એક સ્ટન્ટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાની સોશિયલ મીડિયા સેલેબ્રીટી એલેકઝેન્ડ્રા મેરી હિરશીએ એન્જોર સ્કાલાનો એક વીડિયો તેના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં તે ઝડપથી પોતાની તરફ આવી રહેલી બે ગાડીઓને પોતાની ભુજાઓના દમ ઉપર રોકી લે છે. પહેલા સ્કાલા રોડ ઉપર બેઠેલો જોવા મળે છે. તેના ડાબી બાજુ એક કાર છે અને જમણી બાજુ બીજી.

બંને કારના ડ્રાઈવરોને સ્કાલા ફૂલ સ્પીડમાં પોતાની તરફ ધક્કો લગાવવાનું કહે છે. જ્યારે બને કારના ડ્રાઈવર ફૂલ સ્પીડમાં કાર ચલાવે છે તો તેજ સમયે સ્કાલા પોતાની ભુજાઓના દમ ઉપર કારની સ્પીડ કંટ્રોલ કરી લે છે અને તેને રોકી પણ દે છે. આ એક ખુબ જ ખતરનાક સ્ટન્ટ હતો કારણ કે જો સ્કાલા આ કારને ના રોકી શકતો તો તેનો જીવ પણ જઈ શકતો હતો.

સોશિયલ મીડિયા ઉપર હવે આ સ્ટન્ટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. એલેકઝેન્ડ્રાએ આ વીડિયોને શેર કરવાની સહતે કેપશનમાં લખ્યું છે “આ સ્ટન્ટ મેન પોતાને રુસી ‘ધ રોક’ કહે છે.” આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે. સ્કાલા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેના વીડિયો તેમજ તસ્વીરોને શેર કરતો રહે છે.

Niraj Patel