લાલબત્તી સમાન કિસ્સો : ઓનલાઇન અભ્યાસ કરતી સગીરાએ કરી એવી હરકત કે માતા-પિતાને આવી ગયો હાર્ટ એટેક…

આજના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ વધ્યુ છે. બાળકો હોય કે સગીર સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી તેઓ પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ત્યારે હાલમાં કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો પણ ઓનલાઇન જ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ઓનલાઇન અભ્યાસના બહાને એક સગીરાએ એવી હરકત કરી છે જેની જાાણ માતા-પિતાને થતા તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.

અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓનલાઇન અભ્યાસ કરતી એક સગીરા રૂમમાં એકલી રહી તેના ગુપ્તઅંગની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હતી. તેણે પોતાની માસીની દીકરીને પણ આવું કરવા માટે કહ્યુુ હતુ અને તેના માતા-પિતાને આ અંગે જાણ થઇ તો તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.

તેને સમજાવ્યા બાદ પણ સગીરાએ આવી હરકત ચાલુ રાખી હતી ત્યારે માતાએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ લીધી અને તેને ઘરમાં રાખવાની ના કહી પરંતુ તે બાદ સગીરાએ કહ્યુ કે, તે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલિટ કરી દેશે અને તેની માતાની હાજરીમાં જ ઓનલાઇન અભ્યાસ કરશે,

આવી બાંયધરી દીકરીએ આપતા તેઓએ તેને રાખવા માટેની હા કહી હતી. અમદાવાદના મણિનગરનો આ કિસ્સો જયાં 15 વર્ષિય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઇન અભ્યાાસને લઇને તેને એક મોબાઇલ ફોન આપ્યો હતો અને તેને અભ્યાસમાં કોઇ ડિસ્ટર્બન્સ ન થાય તેના માટે પર્સનલ રૂમ પણ આપ્યો હતો,

પરંતુ દીકરીએ તો ફોનનો દુરુપયોગ કર્યો અને તેણે રૂમમાં પોતાના ગુપ્ત અંગની તસવીરો લઇ અપલોડ કરવાની શરૂ કરી, આ કામમાં તેને રસ પડ્યો અને તેણે વીડિયો પણ બનાવવાના શરૂ કર્યા. સગીરાને આ બાબતે મજા આવવા લાગી. તે બાદ તેણે તેની માસીની દીકરીને પણ આવી હરકત કરવા માટે કહ્યુ જેને કારણે તેના માતા-પિતાને આ અંગેની જાણ થઇ હતી.

Shah Jina