શું થશે આજના છોકરાઓનું ? પરીક્ષાની અંદર સવાલના જવાબની બદલે ટીચર માટે લખ્યા ગીતો… પછી માસ્તરે આપ્યા એટલા માર્ક્સ કે.. જુઓ વીડિયો

પરીક્ષામાં સવાલના જવાબની બદલે લખ્યા ગીતો, પછી શિક્ષકે આપ્યો એવો જવાબ કે જોઈને તમે પણ પેટ પકડી લેશો.. જુઓ વીડિયો

શાળા કે કોલેજમાં ભણતા દરેક વિદ્યાર્થીને તેની પરીક્ષાની ચિંતા હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મહેનત નથી કરતા અને પરીક્ષા સમયે માથું પકડીને બેસી જતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કઈ આવડતું ના હોવાના કારણે જવાબમાં મનમાં આવે તેમ લખી દેતા હોય છે. જેની ઘણી તસવીરો અને વીડિયોને તમે વાયરલ થતા પણ જોયા હશે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ ન આપી શકતા વિદ્યાર્થી કેવી રીતે સર્જનાત્મક બન્યો તે જોઈ શકાય છે. જવાબના બદલે તેણે ગીતના શબ્દો લખ્યા અને વધુ રસપ્રદ વાત એ છે કે તેને જવાબ પત્રક તપાસનાર શિક્ષક તરફથી એક રમુજી જવાબ મળ્યો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી અને લોકોને હસાવ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પર વિડિયો સાથે પોસ્ટ કરાયેલ કેપ્શનમાં લખ્યું છે, “શિક્ષકના જવાબની રાહ જુઓ.” વીડિયોની શરૂઆત ચંદીગઢ યુનિવર્સિટીની આન્સર શીટ બતાવીને થાય છે જેમાં તેના પર લખેલું છે. વિદ્યાર્થીએ લખેલો પહેલો જવાબ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના ગીત ‘ગીવ મી સમ સનશાઈન’ના બોલ છે. આ સિવાય વિદ્યાર્થીએ ફિલ્મ ‘પીકે’નું ગીત ‘ભગવાન હૈ કહાં રે તુ’ પણ લખ્યું હતું. બીજા પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીએ કહ્યું, “મૅમ, તમે અદ્ભુત શિક્ષક છો. એ મારી ભૂલ છે કે હું આટલી મહેનત કરી શકતો નથી. હે ભગવાન! મને અભ્યાસમાં થોડી પ્રતિભા આપો.”

આ વીડિયો બે દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. ક્લિપ પોસ્ટ કરવામાં આવી ત્યારથી તેને 3.8 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. તેમજ શેરને લગભગ 16,000 લાઈક્સ મળી છે. લોકોએ તેમની પ્રતિક્રિયા બતાવવા માટે વિવિધ ટિપ્પણીઓ પોસ્ટ કરી. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “આ મારા જ મિત્રો હશે.” બીજાએ મજાક કરી, “છોકરાઓના આટલા સરસ અક્ષર પણ હોય ?”

Niraj Patel