ક્રિકેટ રમતા રમતા રન લેવા દોડ્યો ધોરણ 10મુ ભણતો કિશોર, અચાનક જ મૃત્યુ પામ્યો, જાણો આખો મામલો

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મોતના એવા એવા ચકચારી કિસ્સાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં ક્રિકેટ મેચ દરમિયાન રન લેતા સમયે કિશોર અનુજ પાંડેની અચાનક મોત થઇ ગઇ. આ કિસ્સો સામે આવ્યો છે કાનપુર જિલ્લાના બિલ્હૌરથી. અનુજ રન લેવા દોડ્યો અને અચાનક પિચ પર પડી ગયો, મિત્રોએ તેને ઉઠાવવાની કોશિશ કરી પણ તેના શરીરમાં કોઇ હરકત ન થઇ.

સાથે રમી રહેલા બાળકોનું કહેવુ છે કે રન લેતા સમયે અનુજ દોડ્યો અને પિચ પર અચાનક લડખડાઇ પડી ગયો. તે બાદ થોડીવારમાં તેના શરીરમાં હલચલ બંધ થઇ ગઇ. ઘરવાળાનું કહેવુ છે કે તેમના દીકરાને કોઇ બીમારી નહોતી અને ડોક્ટરે કહ્યુ કે, આ મામલો કાર્ડિયાક અરેસ્ટનો છે. બિલ્હૌરના ત્રિવેણીગંજ માર્કેટમાં રહેતા અમિત કુમાર પાંડે એક ખાનગી બિયારણ એજન્સીમાં કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની સુનીતા, મોટો પુત્ર સુમિત અને નાનો પુત્ર અનુજ છે.

અનુજ ઘર પાસે આવેલી શ્રીમતી સુરજમુખી સ્કૂલમાં હાઈસ્કૂલમાં ભણતો હતો. મિત્રોએ જણાવ્યું કે અનુજની ટીમ 21 રન પર રમી રહી હતી. બેટિંગ કરતી વખતે સ્ટ્રાઈકરના છેડે આવેલો બેટ્સમેન એક બોલ પર શોટ લાવ્યો અને નોન-સ્ટ્રાઈકરના છેડે આવેલો અનુજ 22મો રન લેવા દોડ્યો કે તરત જ તે પિચ પર ઢળી પડ્યો. ગ્રાઉન્ડમાં હાજર બાળકોએ બેભાન અનુજને ભાનમાં લાવવાના અનેક પ્રયાસ કર્યા પણ કોઈ ફાયદો થયો નહિ.

આ અંગે સાથે રમતા બાળકોએ અનુજના ઘરે જાણ કરી અને પછી દોડી આવેલા પરિજનો પુત્રને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને પછી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) લઈ ગયા હતા. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સીએચસીમાં તૈનાત ડોક્ટરે જણાવ્યું કે મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોઈ શકે છે.

Shah Jina