10માં ધોરણના વિધાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા માટે અપનાવ્યો એવો જુગાડ કે જોઈને તમે કહેશો, “આટલું દિમાગ વાંચવામાં લગાવ્યું હોત તો..”

હાલ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, જેને લઈને વિધાર્થીઓ સાથે વાલીઓ પણ તણાવમાં છે. આ દરમિયાન ઘણી અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે પરીક્ષામાં ચોરી થવાના મામલાઓ પણ સામે આવતા રહે છે, ઘણીવાર પરીક્ષામાં ચોરી કરવા માટે વિધાર્થીઓ એવા એવા જુગાડ વાપરતા હોય છે જે જોઈને આપણું દિમાગ પણ ચકરાઈ જાય.

આવો જ એક મામલો હાલ ફતેહાબાદમાંથી સામે આવ્યો છે. ફતેહાબાદ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીને બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન હરિયાણા (BSEH) ની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તેની અંગ્રેજી પરીક્ષા દરમિયાન નકલ કરવા બદલ પકડવામાં આવ્યો હતો. વિદ્યાર્થી કાચના ક્લિપબોર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો, જેની વચ્ચોવચ તેણે મોબાઈલ ફોન ફસાવ્યો હતો.

વિધાર્થીએ નકલ કરવા માટે એવું દિમાગ લગાવ્યું કે જ્યારે લોકોએ જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે નકલ કરવા માટે વોટ્સએપ સહિત અનેક એપ ખોલી હતી. નકલ કરનાર વિદ્યાર્થીએ ફોનને કાગળ સાથે છુપાવી રાખ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં વિદ્યાર્થીની વોટ્સએપ ચેટ પર પોસ્ટ કરાયેલ પાઠ્યપુસ્તકમાંથી પેજના 11 ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા.

પત્રકાર દીપેન્દ્ર દેસવાલે વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘શાળા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં, હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાની નકલ કરવા માટે એક ઉમેદવારને ક્લિપબોર્ડમાં એક સ્માર્ટફોન ફીટ કરવામાં આવ્યો હતો. ફ્લાઈંગ સ્કવોડે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ શોધી કાઢ્યો હતો.

વિદ્યાર્થીએ મોબાઈલ ફોનની ગેલેરીમાં અંગ્રેજી વિષયનું મટીરીયલ સેવ કર્યું હતું અને તે ત્યાંથી કોપી કરતો હતો. અન્ય એક કિસ્સામાં, ફ્લાઈંગ સ્ક્વોડે એક મોબાઈલ રિકવર કર્યો હતો, જે પરીક્ષા કેન્દ્ર (ફતેહાબાદ) ખાતે 10મા ધોરણના અન્ય વિદ્યાર્થી દ્વારા ગાદલા નીચે છુપાવવામાં આવ્યો હતો. બોર્ડના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, “ટુકડીએ ભીરદાના પરીક્ષા કેન્દ્રમાં એક છોકરાના પેન્ટ અને એક છોકરીના શર્ટમાંથી એક લેખિત ચિટ પણ મેળવી હતી.” સોમવારે, અનુચિત સાધનમાં 457 કેસ નોંધાયા હતા.

Niraj Patel