સેનામાં જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ફોન ઉપર તેની મમ્મીને કહ્યું, “મને કઈ સારું નથી લાગતું…” એક ભૂલ કરી અને મૃત્યુ પામ્યો
દેશભરમાં આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં ઘણા યુવાનો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા લોકોની સંદિગ્ધ પરિસ્થિતિમાં પણ મોતની ખબર સામે આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક ખબરે ચકચારી મચાવી દીધી છે, જેમાં સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહેલા એક ટેલેન્ટેડ યુવાનની લાશ બિલ્ડીંગની નીચેથી લોહીથી લથબથ હાલતમાં મળી આવી છે.
આ મામલો સામે આવ્યો છે ઈન્દોર જિલ્લાના ભંવર કુઆન પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશ્વરમાંથી. જ્યાંના રાજોમા એપાર્ટમેન્ટના રૂમ નંબર 36માં રહેવાસી યોગેશ ગેહલોત રહેતો હતો. તે આર્મી ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, તે જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો તેની છત નાનકડી હતી. તે ટેરેસ પર ગયો અને મોબાઈલ પર કોઈની સાથે વાત કરવા લાગ્યો. વાત કરતી વખતે તે ટેરેસ પર જ ચાલતો હતો. આ દરમિયાન પાળી ઉપર બેઠો હતો ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પટકાયો હતો.
આજુબાજુમાં રહેતા લોકોએ યુવકને પડતા જોયો તો તેઓ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. તેના મોતના સમાચાર મળતા જ સમગ્ર એપાર્ટમેન્ટમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. યુવાન ખૂબ જ આશાસ્પદ હતો, તેણે બોટિંગની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

ભંવર કુઆન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે યુવકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસ તપાસ કરશે કે અકસ્માત પહેલા યુવક કોની સાથે વાત કરતો હતો. યુવક ભૂલમાં ટેરેસ પરથી પડી ગયો કે અન્ય કોઈ બાબત છે.

યુવરાજ ગેહલોત ભાડાના મકાનમાં રહેતો હતો. તે મૂળ ખરગોન જિલ્લાના મહેશ્વરનો રહેવાસી હતો. પ્રાથમિક તપાસમાં સંતુલન ગુમાવવાને કારણે તે પડી ગયો હોવાનું જણાયું હતું. પરંતુ હવે આ ઘટના આપઘાત હોવાનું જણાય છે. કારણ કે પડતા પહેલા તેણે છતની નીચે પોતાના ચપ્પલ ઉતારી લીધા હતા. તેનો ફોન પણ ફ્લાઇટ મોડ જોવા મળ્યો. પડતાં પહેલાં તેણે ત્રણ અલગ-અલગ નંબર પર ફોન પર વાત કરી હતી. ફોન પર તેની માતા સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે “મન નથી લાગતું, કઈ સારું નથી લાગતું.”