સંસ્કાર નગરી વડોદરાના સંસ્કાર ફરી લજવાયા, M.S. યુનિવર્સીટીની હોસ્ટેલમાંથી દારૂ અને ચિકનની મહેફિલનો વીડિયો વાયરલ, જુઓ

ગુજરાતના વડોદરા શહેરને સંસ્કાર નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે સંસ્કાર નગરીના સંસ્કાર પણ તાર તાર થઇ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં વડોદરાની ખ્યાતનામ એમએસ યુનિવર્સીટીના કેટલાક વિદ્યાર્થીઓ ચિકન અને દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક યુવાનો ચિકન અને દારૂની પાર્ટી કરી રહ્યા છે. ત્યારે હાલ આ ઘટના વડોદરાની એમએસ યુનિવર્સીટી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ચિકન બનાવતા કેટલાક યુવનો દેખાઈ રહ્યા છે જેના બેકગ્રાઉન્ડમાં “ચિકન કુકડેકૂ” ગીત વાગી રહ્યું છે.

ત્યારે હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ દારૂનો ગ્લાસ પણ હાથમાં બતાવી રહ્યા છે.

ત્યારે આ વીડિયો વાયરલ થતા જ સંકસર નગરીના સંસ્કારો ધૂળ ધાણી થતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓ યુનિવર્સીટીના જ છે કે બહારના તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે યુનિવર્સીટીના સત્તાધીશો અને પોલીસ દ્વારા અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલીવાર નથી જયારે આવી કોઈ ઘટના એમએસ યુનિવર્સીટીમાંથી સામે આવી હોય. આ પહેલા પણ અઢી મહિના પહેલા જ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણવાનો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસને બાતમી મળી હિટ કે બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 14માં દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેના બાદ પોલીસે દરોડા પડી અને LLBમાં ભણતા બે વિદ્યાર્થીઓને દારૂ પિતા રંગેહાથ ઝડપી લીધા હતા.

Niraj Patel