કેનેડામાં ગુજરાતના વિધાર્થીઓની થઇ ખરાબ હાલત, દરેક માં-બાપ આ વાંચીને ચેતી જજો નહિ તો….

ભારતમાં ઘણા બધા એવા યુવાનો છે જે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાનું પંસદ કરતા હોય છે. મોટાભાગના વિધાર્થીઓની પસંદ અમેરિકા, લંડન કે પછી કેનેડા હોય છે. લાખો રૂપિયા ખર્ચીને તે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા જાય છે. ત્યારે હાલ કેનેડામાં ભણતા વિધાર્થીઓ માટે એક ખરાબ ખબર સામે આવી રહી છે. કેનેડામાં ત્રણ કોલેજો બંધ થવાના કારણે 2000 જેટલા ભારતીય વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કેનેડાના માન્ટ્રિયલ શહેરમાં ત્રણ કોલેજ બંધ થવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ભારે સંકટ મંડરાઈ રહ્યું છે. જે કોલેજો બંધ કરવામાં આવી છે તે કોલેજોમાં મોટાભાગે પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિધાર્થીઓ છે. આ વિધાર્થીઓમાં વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. આ ત્રણેય કોલેજોનું સંચાલન એક ખરાબ ઇતિહાસ વાળા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

ત્યારે હવે કેનેડામાં રહેતા અને કોલેજ બંધ થવાના કારણે રઝળી ગયેલા વિધાર્થીઓની આપવીતી પણ સામે આવી રહી છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઇ ઊભી થતી સમસ્યા ગંભીર બની જાય છે.

આ બાબતે મૂળ સુરતના અને કેનેડા ભણવા માટે ગયેલા વિધાર્થી કેવલ મોરડીયાએ જણાવ્યું હતું કે, ‘આ 3 કોલેજ પ્રાઈવેટ કોલેજ રાઈઝીક ફોનિક નામની કંપની છે. આ કંપની પાસે હાલમાં ફંડ નથી એટલે અમારી કોલેજ બંધ કરવામાં આવી છે અને ઈતિહાસમાં પહેલીવાર છે કે કોઈ કોલેજે વિદ્યાર્થીઓને ભણાવવાની ના પાડી દીધી હોય, કેનિડિયન નિયમ પ્રમાણે જ્યારે વિદ્યાર્થી ભણતો હોય તો જ તે કોઈ જગ્યાએ કામ કરી શકે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે.”

તો આ બાબતે  ડાયરેકટર,ગ્લોબલ કોલાઇન્સના પદ ઉપર રહેલા મેરીએ જણાવ્યું હતું કે, “કોલેજો બંધ થવાથી વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી નહિ થાય. તેમની પાસે બે ઓપ્શન છે. પહેલું કે જે વિદ્યાર્થીઓની ડીગ્રી પૂર્ણ થતી હશે તો તેમને ડીગ્રી મળી શકે છે અને બીજું વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર પણ મળી શકે છે. આ ઉપરાંત ફી પણ રિફંડ મળે એ પ્રકારના લો હોવાથી તકલીફ નહિ થાય.”

Niraj Patel