આ બાળકે સ્કૂલના બાથરૂમમાં જે જોયુ તે ખરેખર ખૌફનાક હતુ- વીડિયો જોઇ તમે પણ સ્તબ્ધ થઇ જશો

સ્કૂલના બાથરૂમમાં સ્ટુડન્ટને એવો ખૂફિયા રસ્તો મળી ગયો કે અંદર નજર કરતાં જ ટીચરના હોશ ઉડી ગયા!

દરેક બાળક શાળામાં ભણવા કરતાં મિત્રો સાથે મોજ-મસ્તી કરવા જાય છે. જેમણે શાળા છોડી દીધી છે તેઓને શાળા સાથે જોડાયેલી ઘણી મજાની વાતો હંમેશા યાદ રહે છે. પરંતુ શાળાની મજા ક્યારેક એવું રૂપ ધારણ કરી લે છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં, એક બાળક સાથે પણ આવું જ બન્યું જ્યારે તેણે શાળાના બાથરૂમમાં કંઈક એવું જોયું જેનાથી તેના હોંશ ઉડી ગયા.

ધ સનના રીપોર્ટ અનુસાર, હોન્ડુરાસ ન્યૂઝના વિદ્યાર્થી એડ્યુઆર્ડો મેલેન્ડેઝે ટિકટોક અને યૂટયૂબ પર એક વીડિયો શેર કર્યો છે જેને માત્ર 4 દિવસમાં 25 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. વિડિયોમાં, વિદ્યાર્થી બાથરૂમમાં પ્રવેશે છે. બાળકે જોયું કે દિવાલ બાજુ એક નાનો દરવાજો છે, જે ખુલ્લો છે. 

બાળકે દરવાજો ખોલતાની સાથે જ અંદર લખેલી ચિઠ્ઠી જોઈને તે દંગ રહી ગયો હતો. કાગળના ટુકડા પર ‘Enter’ લખેલું હતું. એ નાનકડા દરવાજાની અંદર જોયું તો બાળકના હોશ ઉડી ગયા કારણ કે અંદર એક ટનલ જેવી હતી જેમાં સાવ અંધારું હતું. બાથરૂમમાં તે ગુપ્ત સુરંગ જોઈને બાળક પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

આ વીડિયો જોઇ સોશિયલ મીડિયા પર પણ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ઘણા લોકોએ કહ્યું છે કે શક્ય છે કે શાળા હોય તે પહેલા જેલ રહી હોય અને જેલમાંથી ભાગવા માટે કોઈએ તે સુરંગ બનાવી હોય. એક વ્યક્તિએ મજાકમાં તો એમ પણ લખ્યું કે શાળા પોતે જ એક જેલ છે અને કદાચ બાળકો નાસી છૂટવા માટે સુરંગ બનાવવામાં આવી હશે.

વીડિયોના છેલ્લા ભાગમાં ટનલની અંદરનો નજારો ખૂબ જ ભયાનક હતો. જો કે તેની અંદર કંઈ દેખાતું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમાં પણ કંઈક ભયાનક જોયું. કોઈએ લખ્યું કે કોઈએ એન્ટર સાઈનનો હાથ અને સ્લીવ જોયો? જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું કે એન્ટર સાઇન હેઠળ એક હાથ છે.

Shah Jina