પરીક્ષામાં ચોરી કરવા માટે આ વિદ્યાર્થીએ જે કર્યું એ જોઈને તમને પણ તમારા બાળપણની યાદ આવી જશે, વાયરલ થયો વીડિયો

ચોરી પર જ નિર્ભર રહેતા આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું હશે ? જુઓ વીડિયોમાં પરીક્ષા ખંડમાં ચોરી કરવા માટે કેવો અપનાવ્યો જુગાડ

પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે અલગ અલગ નુસખા અપનાવતા હોય છે, તમે પણ જયારે સ્કૂલ કે કોલેજમાં ભણતા હતા ત્યારે પણ કોઈને કોઈ રીતે પરીક્ષામાં ચોરી કરવા માટે કોઈને કોઈ જુગાડ તો અપનાવ્યો જ હશે. સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે ગજબનું દિમાગ વાપરતા જોવા મળે છે.

ત્યારે હાલ પણ એક એવા જ વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ચોરી કરવા માટે એક અનોખો જુગાડ વાપરે છે, પરંતુ તેનો આ જુગાડ જોઈને લોકો પણ હસવા માટે મજબુર થઇ જાય છે. કારણ કે તેને જે જુગાડ વાપર્યો છે તે આપણે પણ ક્યાંકને ક્યાંક પરીક્ષામાં ચોરી કરવા માટે વાપર્યો જ હશે.

આ વિડીયો 45 સેકન્ડનો છે જેમાં આપણે વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રહેલા અને શિક્ષક પરીક્ષા હોલમાં પ્રવેશવા દેતા પહેલા તેમની તપાસ કરતા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓને પગરખાં દૂર કરવાનું કહેવામાં આવે છે. જ્યારે એક વિદ્યાર્થી તેના પગરખાં ઉતારીને આગળ વધવાનો હોય છે, ત્યારે શિક્ષક તેને પેન્ટને નીચેથી ઊંચું કરી ચેક કરાવાનું કહે છે, જે વિદ્યાર્થી ડરતા ડરતા ઉપાડે છે.

પેન્ટ ઊંચું થતાંની સાથે જ શિક્ષકની નજર નકલની સામગ્રી પર પડે છે. આ જોઈને એક શિક્ષક કહે છે કે “આ નકલનો આખો દરિયો લઈને આવ્યો છે… તેને બહાર કાઢો. પછી બીજી બાજુ પણ ઉપર કરવાનું કહેતા ત્યાંથી પણ કોપી નીકળે છે. જેને જોઈને શિક્ષક કહે છે કે, “વર્ષો વર્ષ ભણો નહિ અને…” અહીંયા વીડિયો પૂર્ણ થાય છે. આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel