રસ્તા ઉપર નીકળી રહ્યો હતો વરઘોડો, ત્યારે જ કોલેજના છોકરાઓએ વરરાજાને કહી એવી વાત અને પછી સર્જાયો એવો માહોલ કે જુઓ વીડિયોમાં

વરઘોડામાં નાચવું દરેકને પસંદ હોય છે, રસ્તા ઉપર કોઈનો પણ વરઘોડો નીકળે ત્યારે બેન્ડ અને ડીજેનો અવાજ સાંભળીને આપણા પગ પણ થરથર કરવા લાગે. જયારે ઘરના કોઈ સભ્યના લગ્ન હોય કે પછી કોઈ મિત્રના લગ્ન હોય આપણે મન મૂકીને વરઘોડામાં નાચીએ છીએ, પરંતુ શું તમે રસ્તા ઉપર જતા કોઈ વરઘોડામાં નાચવાનો આનંદ લીધો છે ?

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક કોલેજ સ્ટુડન્ટ રસ્તા ઉપર ચાલતા વરઘોડાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે અને દિલ ખોલીને ડાન્સ પણ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર એક વરઘોડો જઈ રહ્યો છે અને અચાનક કેટલાક વિદ્યાર્થીઓ આવી જાય છે.

જ્યારે વિધાર્થીઓને લગ્નમાં નાચવાનું મન થયું ત્યારે એક વિદ્યાર્થીએ બગીમાં બેઠેલા વરરાજાને  પૂછ્યું, “ભાઈ, અમે તમારા લગ્નમાં ડાન્સ કરી શકીએ?” આ સવાલ પર વરરાજાએ પણ હસીને કહ્યું, “હા એકદમ જાવ.” આ સાંભળીને બધા ખુશ થઈ ગયા અને પછી વરઘોડામાં નાચવા માટે અંદર પ્રવેશ્યા. તેમણે વરઘોડામાં બેન્ડ વાજા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અજાણ્યા લગ્નમાં પ્રવેશીને તે એવી રીતે નાચી રહ્યા હતા જાણે તેમના જ કોઈ મિત્રના લગ્ન હોય. આ લગ્નમાં ઘણા વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને ઘણા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર iam._.ayushroy નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો.

Niraj Patel