બોર્ડની પરિક્ષા વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર ! અમદાવાદ બાદ હવે નવસારીમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત- પરિવારે કર્યુ ચક્ષુદાન

કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા યોજાઇ રહી છે ત્યારે અમદાવાદમાંથી હાલમાં જ દુખદ સમાચાર આવ્યા હતા, જેમાં પરિક્ષાખંડમાં જ એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને બાજમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ ત્યારે હવે વધુ એક દુખદ સમાચાર ગુજરાતના નવસારીમાંથી સામે આવી રહ્યા છે. નવસારીના આશા નગર વિસ્તારમાં રહેતા ઉત્સવ શાહનું છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ નિધન થયુ હતુ. ઉત્સવ શાહ ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી હતો અને તે 18 વર્ષનો હતો.

તે વિદ્યાકુંજ શાળામાં અભ્યાસ કરતો હતો. તેનું અગ્રવાલ કોલેજમાં ગઇકાલના રોજ આંકડાશાસ્ત્રનું પેપર હતુ અને ત્યારે જ અકાદ વાગ્યાના અરસામાં તેણે તેના પિતાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને ત્યાં હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ વાત સાંભળતા જ પરિવારના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઇ હતી. શાહ પરિવારે એકનો એક દીકરો ગુમાવતા તેમના માથા દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

મનોજ શાહ દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવે છે તેમને એક દીકરો અને બે દીકરીઓ છે. ત્યારે એકના એક દીકરા ઉત્સવનું હ્રદયરોગના હુમલાને કારણે મોત થતા સમગ્ર પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. જો કે, પરિવારને એકના એક દીકરાને ગુમાવ્યા બાદ પણ એક ખૂબ જ સરસ નિર્ણય લીધો હતો. તેમણે દીકરાના અવસાન બાદ તેની આંખોનું દાન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ અમદાવાદમાં પણ બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીનું પણ નિધન થયુ હતુ.

અમદાનાદની સીએલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી અમન આરીફ શેખ પરિક્ષા આપતો હતો અને તેની પણ તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મોત થયુ હતુ.  જે બાદ હાલ કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. વિદ્યાર્થીના મોતનું કારણ શું માનસિક તણાવ છે કે કોઇ શારીરિક તકલીફ તે તો હાલ જાણી શકાયુ નથી.

Shah Jina