ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પત્નીના આ કામને ખોબલે ખોબલે વધાવ્યું, શેર કર્યો વીડિયો, જુઓ
maharana pratap statue jamnagar : ગઈકાલે આખા ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિવસ (Gujarat Foundation Day) ની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી. રાજ્યના અલગ અલગ શહેરોમાં આ દિવસને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે જામનગરમાં પણ આ દિવસ વધુ ખાસ અને જામનગર (jamngar) ની જનતા માટે ગૌરવપૂર્ણ પણ બની ગયો.
ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સરકાર દ્વારા જામનગરના આંગણે થઇ હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. સાથે જ આ પ્રસંગે ટાઇનહોલથી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ પણ યોજવામાં આવી હતી. જે નગરવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી.
જામનગરમાં યોજાયેલા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે તેમના ધર્મપત્ની દર્શનાદેવી, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ મેઘજીભાઈ ચાવડાએ પણ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
ગુજરાત સ્થાપના દિને જામનગર વાસીઓને એક ખાસ ભેટ પણ મળી હતી. જેમાં જામનગરના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 7.4 ફૂટ ઊંચી તેમજ 110 કિલો વજન ધરાવતી મહારાણા પ્રતાપની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાની સ્થાપના જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડીંગની સામેના સર્કલ ખાતે કરવામાં આવી છે.
રીવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયામાં આ પ્રસંગનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાર્યક્રમની ઝાંખી તેમજ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાના અનાવરણનો ઝલક જોવા મળી રહી છે. આ પ્રતિમા હવે જામનગરની શોભામાં પણ ચાર ચાંદ લગાવી દેશે.