સલામ છે આ વ્યક્તિને…કેંસર હોવા છત્તાં પણ 102 વર્ષ સુધી જીવિત રહ્યા…જાણો કેવી રીતે

કેન્સરથી મરવાનો હતો આ ડોસો, ડોક્ટરનો ઇલાજ છોડી 5 કામ કરતાં 30થી વધુ વર્ષ જીવી ગયો દર્દી

કેન્સરને જીવલેણ રોગ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિને આ રોગ થાય છે તેનું મૃત્યુ જલ્દી થઈ જાય છે. પરંતુ યુએસના સ્ટૈમેટિસ મેરાઇટિસ (Stomatitis Moritis) એ પોતાની જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ વાતને ખોટી સાબિત કરી છે. મોરાઇટિસને 60 વર્ષની ઉંમરે ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું.

આ સમયે, ડોકટરોએ એમ પણ કહ્યું હતું કે જો તેઓ કીમોથેરાપી કરાવે નહીં, તો તે 6 થી 9 મહિના સુધી જ જીવિત રહી શકશે. પરંતુ તેમણે હાર ન માની અને રોગ સામે લડવા માટે પહાડી વિસ્તારમાં જઈને ખેતી કરવાનું શરૂ કર્યું. અહીં તેમણે કેટલીક એવી પ્રવૃત્તિઓ કરી જેના દ્વારા તેઓ 102 વર્ષ સુધી જીવ્યા.

Stomatitis Moritis આખો દિવસ ખેતીકામ કરતા અને પોતાનો બધો સમય ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશમાં વિતાવતા. આવી સ્થિતિમાં તેમના શરીરમાં ઘણા ફેરફારો થયા. તેઓ સવારથી સાંજ સુધી તાજા શાકભાજી અને ફળો જ ખાતા.આ ઉપરાંત તે બીમારીના ટેન્શન વગર કામ કરતા અને હંમેશા ખુશ રહેતા.

એક સિનિયર કેન્સર સર્જન કહે છે કે કુદરતી ઉપાયોથી કેન્સર મટાડી શકાય છે પરંતુ વૈજ્ઞાનિક સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ. ડોક્ટરનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ કેન્સરથી પીડિત હોય અને તેને શુદ્ધ વાતાવરણ મળે તો તે આ બીમારી સામે લડી શકે છે. આ ઉપરાંત, શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેનો અર્થ એ છે કે વ્યક્તિએ દરરોજ કસરત અને મોર્નિંગ વોક અથવા કોઈપણ શારીરિક રીતે સક્રિય કાર્ય કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ રસાયણો નીકળે છે જે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે વ્યક્તિને કોઈપણ મોટી બીમારી સામે લડવાની શક્તિ આપે છે.

તેમજ જો વ્યક્તિ શુદ્ધ શાકાહારી રહે અને પ્રકૃતિ સાથે સંતુલન જાળવી રાખે તો તે કોઈપણ રોગ સામે લડી શકે છે. ફેફસાનું કેન્સર એક ખતરનાક રોગ છે. મોટાભાગના લોકો માને છે કે આ રોગની સારવાર શક્ય નથી. પરંતુ અમેરિકાના Stomatitis Moritis એ બધાને ખોટા સાબિત કર્યા છે. તે

મણે ફેફસાના કેન્સર જેવા રોગને કોઈપણ સારવાર અને કીમોથેરાપી વિના હરાવ્યો. ઉલ્લેખનીય છે કે, Stomatitis Moritis એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ નવા ઘરમાં નિયમિત રીતે વાઇન પીતા.

તે કહે છે કે હું કોઇ ડોક્ટર નથી પરંતુ મને લાગે છે કે આલ્કોહોલના કારણે પણ થોડી મદદ મળી છે. તેઓએ કહ્યુ કે તે હંમેશા તાજું ભોજન, પ્યોર વાઇન અને ફ્રેશ હર્બ્સ ખાવા ઉપરાંત બીજુ કંઇ નહોતા કરતા. આ સિવાય તેઓ ભોજનમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરતા હતા.

Shah Jina