અડાલજ ત્રિમંદિર પાસે બસ અકસ્માત: બસનું ટાયર ફાટતા ડ્રાઇવરે ગુમાવ્યો બસ પરથી કાબૂ, એકનુ થયુ મોત

ગાંધીનગર : અડાલજ બાલાપીરથી ત્રિમંદિર જતા રોડ પર એસટી બસનું અચાનક ટાયર ફાટ્યુ અને ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર તોડી એક્ટિવાને અથડાઇ અને ખાડામાં પડી, આ ઘટનામાં એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત થયુ છે. અડાલજ પોલિસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણેકબા સ્કૂલ નજીક ગઇકાલના રોજ બહુચરાજી પાવાગઢ એક્સપ્રેસ પુરપાટ ઝડપે જતી હતી અને આ દરમિયાન બસનું ટાયર ફાટી ગયુ અને ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ બેકાબૂ બની હતી. બસ ડિવાઇડર તોડી એક્ટિવાને ટક્કર મારી અને બસ નજીક આવેલા ખાડામાં પડી, આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયુ છે

બસમાં પેસેન્જર હતા અને તે લોકોએ તેમનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટના બાદ આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કાચ તોડી પેસેન્જરોને બહાર કાઢ્યા હતા. બસને ક્રેનની મદદથી કાઢવામાં આવી હતી. પાંચ વ્યક્તિઓને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


એક્ટિવા ચાલકને 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ શરીરે ગંભીર ઇજાને કારણે એક્ટિવા ચાલક રાજેન્દ્ર ભાઇનું મોત થયુ હતુ. પોલિસે ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina