રાજકોટ કાલાવાડ રોડ ઉપર બસ અને કારનો ભયાનક અકસ્માત, કારના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા, PHOTOS જોતા જ કંપારી છૂટી જશે

દેશભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આવા ગમખ્વાર અકસ્માતનો ભોગ બની અને મોતને ભેટતા હોય છે, ત્યારે હાલ ખબર રાજકોટથી આવી રહી છે, જ્યાં રાજકોટ કાલાવાડ રોડ ઉપર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. અને 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી હતી ત્યારે આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહીત 3 લોકોના મોત નિપજ્યા હતા, જયારે બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસ નીચેથી બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી. JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકો પારૂલ યુનિવર્સીટી સંચાલીત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા

Niraj Patel