ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલ-ડિઝલની કિંમતો જાણી દાંત નીચે આંગળી દબાવી દેશો, ભારતમાં કિંમત લાગશે અનેક ગણી સસ્તી

શ્રીલંકાની મુસિબત તો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. આર્થિક સંકટથી ઝઝૂમી રહેલ દેશમાં પેટ્રોલની કિંમત હવે 420 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલની કિંમત વધીને 400 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે કહ્યુ કે, આગળના બે મહિના ઘોર સંકટ છે. વિદેશી મુદ્રા ભંડારની તમીને કારણે હજી વધુ પરેશાનીઓ આવશે. ત્યાં શ્રીલંકાની હાલત એટલી ખરાબ થઇ ચૂકી છે લોકોના કામ ધંધા ઇંધણને કારણે ઠપ થઇ ગયા છે. શ્રીલંકામાં ઇંધણ પંપોને સૂકવાથી રોકવા માટે ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ દેશ આ સમયે ગંભીર વિદેશી મુદ્રા સંકટનો સામનો કરી રહ્યા છે.

નવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે નાગરિકોને કહ્યુ કે આવનારા બે મહિના વધારે ચુનોતીપૂર્ણ હશે.શ્રીલંકામાં મંગળવારે પેટ્રોલની કિંમતમાં 24.3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અહીં પેટ્રોલની કિંમત 420 રૂપિયા પર પહોંચી ગઈ છે. તેમજ 38.4 ટકાના વધારા સાથે ડીઝલની કિંમત 400 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ પછી પણ લોકો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકામાં 19 એપ્રિલ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે.

અહીં ઓક્ટેન 92 પેટ્રોલનો વપરાશ સૌથી વધુ છે અને હવે તેની કિંમત $1.17 એટલે કે 420 રૂપિયા થઈ ગઈ છે. ત્યાં ડીઝલની કિંમત 1.11 ડોલર પ્રતિ લિટર એટલે કે 400 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલનો વર્તમાન દર અત્યાર સુધીનો સૌથી વધુ છે. ભારત મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સતત મદદ કરી રહ્યું છે. ભારતે લોન સુવિધા હેઠળ શ્રીલંકાને 40 હજાર ટન ડીઝલ મોકલ્યું હતું. હવે ત્યાં ઈંધણની અછતને જોતા 40 હજાર ટન પેટ્રોલ પણ સપ્લાય કરવામાં આવ્યું છે.

તે ભારતની મદદનું પરિણામ છે કે પરિસ્થિતિ હજુ પણ અમુક અંશે ઠીક છે. શ્રીલંકા જે રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, ભારતનો ઉદ્દેશ્ય આ દેશને આવી ગંભીર કટોકટીમાં શક્ય તેટલી મદદ કરવાનો છે અને આ મદદ દ્વારા અમુક અંશે ઇંધણની તીવ્ર અછતને સંભાળવાનો છે. અગાઉ એપ્રિલમાં ભારતે શ્રીલંકાને વિવિધ દેશોમાંથી ઇંધણ આયાત કરવા માટે 500 મિલિયન ડોલરની લોન આપી હતી. છેલ્લા કેટલાક મહિનામાં શ્રીલંકાના વિદેશી હૂંડિયામણના ભંડારમાં તીવ્ર ઘટાડો થયો છે અને તે આયાત માટે ચૂકવણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે.

વધતી કિંમતો અને ઇંધણની અછતને કારણે વ્યાપાર અટકી ગયો છે. લોકો ઘણા દિવસોથી ભૂખ્યા અને તરસ્યા કતારમાં ઉભા છે, પછી તેમને થોડું પેટ્રોલ કે ડીઝલ મળી રહ્યું છે, જેમાંથી તેઓ પોતાનું કામ ચલાવી રહ્યા છે અને તે પૂર્ણ થયા પછી, ફરી એકવાર લાંબી લાઈનમાં રાહ જોવી પડી રહી છે.

Shah Jina