ઓટો રિક્ષામાં પોતાના વિદેશી પતિના હોઠમાં હોઠ પરોવીને અભિનેત્રી શ્રીજીતા ડેએ કરી લિપ કિસ, વીડિયો થયો વાયરલ, જુઓ

ઓટો રિક્ષામાં વિદેશી પતિને કિસ કરતી કરી જોવા મળી ટીવી અભિનેત્રી, ભડક્યા લોકો, બોલ્યા..”સુહાગરાત પણ મનાવી લેવી હતી..”

Actress Sreejita De lip Kiss : મનોરંજન જગતના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ જયારે પબ્લિક પ્લેસ પર હોય છે ત્યારે ઘણીવાર એવી હરકતો પણ કરતા હોય છે જે પેપરાજીના કેમેરામાં કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ અભિનેત્રી શ્રીજીતા ડે પણ તેના વિદેશી પતિ માઈકલને લઈને ખુબ જ ચર્ચામાં છે અને તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રિક્ષામાં કિસ કરતા જોવા મળી રહ્યા છે.

1 જુલાઈના રોજ બંધાયા હતા લગ્નના બંધનમાં :

ટીવી અભિનેત્રી શ્રીજીતા ડેએ આ મહિને 1 જુલાઈના રોજ લાંબા સમયથી જર્મની સ્થિત બોયફ્રેન્ડ માઈકલ બ્લોમ-પેપ (માઈકલ બીપી) સાથે ક્રિશ્ચન રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેએ જર્મનીમાં જ લગ્ન કર્યા હતા. 2 જુલાઈના રોજ શ્રીજીતાએ લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી. લગ્ન બાદ અભિનેત્રી એકસાથે ભારત પહોંચી છે. આ દરમિયાન હવે આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને મુંબઈમાં એક ઓટોમાં લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે.

રિક્ષામાં કરી લિપ કિસ :

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કપલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં શ્રીજીતા ડે અને માઈકલ બ્લોમ-પેપ ઓટોમાં બેઠેલા જોવા મળે છે. ત્યારે જ ફોટોગ્રાફર્સ તેમને ચારે બાજુથી ઘેરી લે છે અને કહે છે કે તમે બંને ઓટોમાં જ લગ્ન કરી લો. આ પછી બંને કપલ એકબીજાને લિપ કિસ કરે છે. આ કપલનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી કહે છે કે જુઓ માઈકલ હવે હિન્દીમાં પણ બોલવા લાગ્યો છે.

પતિને દેશી બનાવી રહી છે અભિનેત્રી :

સ્પષ્ટ છે કે દેશી અભિનેત્રી શ્રીજીતા ધીમે ધીમે તેના પતિને પણ દેશી બનાવી રહી છે. તે તેમને સારી રીતે હિન્દી બોલતા શીખવી રહી છે. આ કપલે સફેદ લગ્ન કર્યા છે. શ્રીજીતા ડેની વાત કરીએ તો તે શો ‘ઉતરન’થી ખુબ જ ફેમસ થઇ હતી. આ પછી, તે સલમાન ખાનના શો બિગ બોસ 16 નો ભાગ પણ હતી, જ્યાંથી તેણે ઘણી લાઇમલાઇટ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel