સ્પા્ઉટ વેજીટેબલ ટોસ્ટ:
હાઇ ફેન્ડસ આજે હું તમારા માટે ફણગાવેલા કઠોડની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી લઈને આવી છુ જે કિડ્સ માટે બેસ્ટ બે્કફાસ્ટ છે અને જો તમારા કિડ્સ ફણગાવેલા કઠોડ ના ખાતા હોય તો તમારા એ પો્બ્લેમનું સોલ્યુશન મારી આ રેસીપી છે.તો નોંધી લો મારી આ રેસીપી અને ટા્ય કરો તમારા કિચનમાં.
સામગી્:
- ફણગાવેલા કઠોડ-૧ કપ
- બે્ડ-૬ નંગ
- ગાજર-અડધો કપ
- કાકડી-અડધો કપ
- કેપ્સીકમ-૧/૪ કપ
- ડુંગડી-૧/૪ કપ
- સ્વીટકોનૅ-૧/૪ કપ
- ઓરેગાનો-૧ ટી સ્પૂન
- ચીલી ફ્લેક્સ-હાફ ટી સ્પૂન
- લાલ મરચુ પાઉડર-૧ ટી સ્પૂન
- ચાટ મસાલો-૧ ટી સ્પૂન
- મીઠુ- સ્વાદ મુજબ
- લીંબુનો રસ-૨ ટી સ્પૂન
- કોથમીર-૧/૪ કપ
- મોઝરેલા ચીઝ-અડધો કપ
- બટર-અડધો કપ
રીત:
જે કઠોડ ફણગાવવા હોય તેને ૮-૧૦ કલાક પાણીમાં પલાડીને પાણી કાઢીને સરખી રીતે ધોઇને ભીના કપડામાં બાંધી દેવા.૨૪ કલાકમાં તૈયાર થઇ જાય છે.
ફણગાવેલા કઠોડમાં ઝીણુ સમારેલુ ગાજર,કાકડી,કેપ્સીકમ,ડુંગડી,સ્વીટકોનૅ,મીઠુ,લાલ મરચુ,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો,કોથમીર,લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવુ.
બે્ડની સ્લાઇસ પર બટર લગાવી તૈયાર કરેલુ મિશ્રણ એડ કરી ચીઝ સ્પી્ંકલ કરવુ. તૈયાર કરેલી બે્ડ સ્લાઇસને ઓવનમાં ૧૮૦ ડિગરી પર ૧૫ મિનિટ માટે બેક કરવુ.
વેરીયેશન:
મેં ઘઉંની બે્ડ લીધી છે તમે મેંદાની પણ લઇ શકો છો. બીજા વેજીટેબલ્સ લઇ શકો છો.
મેં કઠોડમાં મગ,મઠ લીધા છે તમે બીજા કઠોડ લઇ શકો છો.
ઓલીવ્સ એડ કરી શકો છો.
તો તૈયાર છે સ્પા્ઉટ વેજ ટોસ્ટ ટોમેટો કેચપ કે ગી્ન ચટણી સાથે સવૅ કરો.
આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવશે.કમેન્ટસમાં જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને લાઈક કરી તમારા મિત્રો સાથે શેયર કરજોજેથી બીજી રેસીપી શેયર કરી શકુ.
રેસીપી: Bhumika Dave
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ