આજના સમયમાં મોટાભાગે લગ્નની અંદર હવે કેટરિંગ જ આપી દેવામાં આવે છે, જેના કારણે કેટરિંગ રાખનારા વ્યક્તિઓ માણસો દ્વારા જ કામ કરાવી લેતા હોય છે, અને લગ્ન યોજનાર વ્યક્તિના માથે પણ એટલો ભાર નથી રહેતો તે માત્ર પૈસા આપીને જ છુટા થઇ જાય છે, પરંતુ ઘણીવાર આ કેટરિંગ વાળા તરફથી કેટલીક એવી હરકતો કરવામાં આવે છે જે આપણને પણ ખબર નથી પડતી.

પરંતુ આ દરમિયાન જ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ લગ્નમાં તંદુરી રોટલી બનાવી રહ્યો છે, પરંતુ એ રોટલી બનાવવા માટે પોતાના થૂંકનો ઉપયોગ કરે છે. તેની આ હરકત જોઈને કોઈને પણ ચીતરી ચઢી શકે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. હિન્દૂ જાગરણ મંચ દ્વારા આ વીડિયો ઉપર ખુબ જ હંગામો કરવામાં આવ્યો અને એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ વીડિયો મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અરોમા ગાર્ડનમાં યોજાયેલા લગ્ન સમારંભનો છે.

આ વાયરલ વીડિયોને જોયા બાદ લોકોનું કહેવું છે કે આ વ્યક્તિની આ ખરાબ હરકતના કારણે કોરોના બીમારી પણ ફેલાઈ શકે છે તો અન્ય લોકોનું કહેવું છે કે થૂંક લાગેલી રોટલી ખાવાના કારણે તેમનો ધર્મ ભ્રષ્ટ થઇ ગયો છે. આ બધા વચ્ચે જ હિન્દૂ જાગરણ મંચ દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષ સચિન સિરોહીએ પોલીસ સ્ટેશન હાજામાં ફરિયાદ દાખલ કરાવી હતી. વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ નૌશાદ ઉર્ફે સુહેલ છે તે લગ્નમાં રોટલી ઉપર થુંક લગાવતો જોવા મળી રહ્યો છે.

પોલીસે આઇપીસીની કલમ 269, 270, 118 અઅને મહામારી અધિનિયમની કલમ 03 અંતર્ગત નૌશાદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની શનિવારની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની પુછપરછમાં નૌશાદે કબુલ્યું હતું કે આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ તે જ છે. તેને જ રોટલી બનાવતા સમયે થૂંક લગાવ્યું હતું.
इसके हाथों की रोटी कौन-कौन खाना चाहेगा pic.twitter.com/x8GFXbrlUy
— @tweetBYपत्रकार (@kumarayush084) February 19, 2021