એરપોર્ટ ઉપર એરહોસ્ટેસ સાથે ડાન્સ કરવા લાગી આ ખ્યાતનામ અભિનેત્રી, વીડિયોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા ગીતો ટ્રેન્ડ થવા લાગે છે અને આ ટ્રેન્ડ ગીતો ઉપર યુઝર્સ પણ પોતાના ડાન્સ વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે, ઘણા કલાકારો પણ પોતાના ડાન્સ વીડિયોને તેમના સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, ત્યારે હાલમાં એક અભિનેત્રીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજકાલ સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલા ગીતો પર એરહોસ્ટેસના ડાન્સ વીડિયો સૌથી ઝડપથી ટ્રેન્ડ અને વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બંગાળી અભિનેત્રી કોલકાતા એરપોર્ટ પર એરહોસ્ટેસ સાથે ટ્રેન્ડિંગ બંગાળી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જે આજકાલ ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બંગાળી અભિનેત્રી મોનામી ઘોષ જબરદસ્ત રીતે ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. જે તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં  આવી રહ્યો છે. વીડિયોમાં મોનામી ઘોષ સ્પાઈસજેટની એરહોસ્ટેસ સાથે સુપરહિટ બંગાળી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કર્યો છે.

વીડિયોમાં, અભિનેત્રી મોનામી ઘોષ કોલકાતા એરપોર્ટ પર બંગાળી ફિલ્મ બેલાશુરના લોકપ્રિય બંગાળી ગીત તાપા ટીની પર સ્પાઇસજેટની એરહોસ્ટેસ સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દરેક વ્યક્તિ બેસ્ટ સ્ટેપ્સ અને રિધમ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થવાના ગણતરીના સમયમાં જ લાખો લોકોએ નિહાળી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Monami Ghosh (@monami_ghosh)

વીડિયો પરના રિએક્શનને જોઈને અંદાજ લગાવી શકાય છે કે નેટીઝન્સ ડાન્સ વીડિયોથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે તાપા ટીની સોંગ તેના ફોક ડાન્સ ચેલેન્જને કારણે આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ ગયું છે. આ ગીત દિવંગત અભિનેતા સૌમિત્ર ચેટર્જી અને સ્વાતિલેખા સેનગુપ્તા અભિનીત બેલાશુરુ ફિલ્મનું છે. જેમાં રિતુપર્ણા સેનગુપ્તા, અપરાજિતા ઓડી, ખરાજ મુખર્જી, મોનામી ઘોષ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

Niraj Patel