હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઘણા લોકોને આ તહેવારમાં આર્થિક સંકળામણનો સામનો પણ કરવો પડી રહ્યો હશે, વળી આ કોરોના કાળમાં તો ઘણા લોકોની આર્થિક હાલત ખરાબ થઇ છે, ત્યારે સરકાર પણ આવા ઘણા લોકોની મદદ માટે કેટલીક સ્કીમ બહાર પાડી રહી છે.

હાલમાં જ સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે હોળીની ઉજવણી કરવા માટે 10 હજાર રૂપિયા એડવાન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ (Special Festival Advance Scheme)નો લાભ આપી રહી છે.
આ બાબતે નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા થોડા દિવસ પહેલા જણાવવામાં આવ્યું હતું કે તહેવાર માટે આપવામાં આવી રહેલા આ એડવાન્સ પ્રિ લોડેડ હશે. કેન્દ્રીય કર્મચારીઓના એટીએમમાં આ પૈસા પહેલાથી જ જમા હશે. ફક્ત તેમને ખર્ચ કરવા પડશે.
નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવી રહેલા આ 10,000 રૂપિયાનું એડવાન્સ સંપૂર્ણ રીતે વ્યાજ મુક્ત છે. તેને ચૂકવવા માટે કોઈ વ્યાજ આપવું નહિ પડે. સાથે જ આ પૈસા 10 હપ્તામાં પાછા આપવાના રહેશે. એટલે કે માસિક 1000 રૂપિયાના હપ્તાથી ચુકવણી કરી શકાશે.