વાહ… આ ટેણીયાનો ટેલેન્ટ તો જુઓ, પોતાની જીભથી કાઢ્યો યામાહા RX100નો અવાજ, સાંભળીને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

આપણા દેશમાં ટેલેન્ટ ભરી ભરીને પડ્યો છે, આ ટેણીયાએ જીભથી કાઢ્યો યામાહા RX100નો અવાજ અને લોકોનેતેમના જુના દિવસો યાદ આવી ગયા, જુઓ વીડિયો

Child made the sound of Yamaha RX 100 with his tongue : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે તે જોઈને આપણે પણ હક્કાબક્કા રહી જઈએ. તો આવા વીડિયોમાં  કેટલાક લોકોના અદભુત ટેલેન્ટ પણ જોવા મળતા હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાનો ટેણીયો તેની જીભથી યામાહા આરએક્સ 100નો એટલો જબરદસ્ત અવાજ કાઢે છે કે સાંભળીને સૌકોઈ હેરાન રહી ગયા.

RX 100નો કાઢ્યો અવાજ :

આ છોકરાની ટેલેન્ટથી સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. યુઝર્સનું કહેવું છે કે આ બાળક જલ્દી જ સેલિબ્રિટી બની જશે. જો તમે પણ આ વિડીયો જોશો તો આ બાળકની પ્રતિભા જોઈને તમને વિશ્વાસ થઈ જશે. આજના બાળકો પાસે રમવા માટે ઘણાં રમકડાં છે. માતાપિતા ઘણા પૈસા ખર્ચે છે અને તેમના બાળકો જે રમકડા માંગે છે તે અપાવે છે. પરંતુ વિડીયો ગેમ્સના વધતા જમાનામાં બાળકોનો રમકડા તરફનો ઝોક ઓછો થયો છે.

મહારાષ્ટ્રનું છે બાળક :

પરંતુ 20 કે 30 વર્ષ પહેલા પરિસ્થિતિ જુદી હતી. ત્યારે એટલા રમકડાં નહોતા. જે બાળકો પાસે પૈસા ન હતા તેઓ બસ અને ટ્રેનની રમતો રમતા હતા. એ વખતે બધાં બાળકો બસ કે ટ્રેન જેવા અવાજો કરીને રસ્તા પર દોડતા હતા. આ બાળક બાળપણની આ યાદોને તાજી કરી રહ્યો છે. છોકરાનું નામ ગોપાલ સંદીપ છે અને તે મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલ જિલ્લાના વાણી તાલુકાના એક ગામનો રહેવાસી છે.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Kapse (@royal_kastkar___)

યુવર્સ રહી ગયા હેરાન :

વીડિયોમાં બાળક પહેલા તેનું નામ જણાવે છે અને કહે છે, ‘આજે હું RX 100 બાઇકનો અવાજ કરવા જઈ રહ્યો છું.’ આ વીડિયો રોયલ_કાસ્ટકર__ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોનારા સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એકે ટિપ્પણી કરી, ‘આ બાળક થોડા સમયમાં સેલિબ્રિટી બની જશે.’ બીજાએ ટિપ્પણી કરી, ‘લીલી ચટણી સાથે ચાર સમોસા ખાધા પછી મને આવું લાગે છે.’

Niraj Patel