સોનુ સૂદના ગાડીના કલેકશનમાં આવી 3 કરોડની ‘મર્સિડીઝ-મેબૈક જીએલસ600’? છોકરા ઇશાંતને ગિફ્ટ કરી આ નવી ગાડી?

ગરીબોના ભગવાન કહેવાતા સોનુએ દીકરાને આપી મોંઘીદાટ કાર? જુઓ PHOTOS

સોનુ સૂદ સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ કોવીડ મહામારી દરમ્યાન પ્રવાસી શ્રમિકો મદદ કરવા અને જરૂરિયાત લોકોને આવશ્યક મેડિકલ મદદ પહોંચાડવા માટે ચર્ચમાં રહે છે.

અભિનેતાના સારા કામ માટે લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે અને અમુક લોકો પૂજા પણ કરતા નજર આવ્યા હતા. અભિનેતાએ તેના છોકરા ઇશાંતને નવી લોન્ચ કરેલી ગાડી મર્સિડીઝ ગિફ્ટમાં આપી છે. વાયરલ થયેલા વીડિયોમાં અભિનેતા ગાડીની ડિલીવરી લેતા અને તેમના છોકરાને ફરવા લઇ જતા દેખાયા હતા.

કહેવામાં આવે છે સોનુ સૂદે તેના છોકરા ઈશાંતને ‘ફાધર્સ ડે’ માટે પહેલાથી આ ગિફ્ટ આપી છે. સોનુ સૂદની આ ગાડી કાળા કલરની છે. તેમાં ખુબ જ સરસ ફીચર્સ પણ છે. ગાડીનું નામ ‘મર્સિડીઝ-મેબૈક જીએલસ600’ છે. જેની કિંમત 3 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આગળથી ડેશબોર્ડ લેધરનું બનેલું છે, 12.3ઈંચનું ડિજિટલ ક્લસ્ટર છે.

આમાં 4.0 લીટર v8 એન્જીન લગાવેલું છે જે 542 BHPનો પાવર તેમજ 730 ન્યૂટન મીટર ટૉર્ક આપે છે. આ ગાડીમાં 9જી ટ્રોનિક ઓટોમેટિક ગીયર બોક્સ લગાવેલું છે. ગાડીમાં ટચસ્ક્રીન સિસ્ટમ છે અને પાંચ સીટ વર્ઝન વાળી ગાડી છે. પાછળ બેસવા વાળા પેસેન્જરને 1103mmનો લેગરૂમ મળે છે, જેમાં આગળના પેસેન્જરની સીટ ફોલ્ડ કરીએ તો 1340mm સુધી વધારી શકાય છે. લગેજ કેપેસીટી 525ની  છે.

સોનુ સૂદને મોંઘી ગાડીઓનો ખુબ જ શોખ છે. તેમની જોડે ઓડી Q7, મર્સિડીઝ બેન્ઝ એમએલ ક્લાસ અને પોર્શ પાનામેરા છે. વીડિયોમાં અભિનેતા ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેતા નજર આવી રહ્યા છે. તેમની આ નવી ગાડી શાઇન બ્લેક ફિનિશ સાથે આવી છે.

સોનુ સૂદના વક્રફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ‘પૃથ્વીરાજ’ અને ‘આચાર્ય’માં નજર આવશે. તેમને એક્ટિંગથી બધા લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને કોરોના સમયે દેશના રીયલ હીરો કહેવાયા છે. સોનુ સૂદ જરૂરિયાત લોકોની મદદ કરીને લોકોના મસીહા બની ગયા છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સોનુ સુદે આ કાર દીકરાને ગિફ્ટ નથી આપી પણ આ કાર ટ્રાયલ માટે આવી હતી. સોનુ સૂદે આ વાતને ખોટી જણાવી છે અને તેમણે સ્પોટબોયને આપેલ નિવેદનમાં જણાવ્યુ કે, આ ખબરોમાં કોઇ હકિકત ની. મેં મારા દીકરા માટે કાર ખરીદી નથી. તે અમારા ઘરે ટ્રાયલ માટે આવી હતી. અમે એક ટેસ્ટ રન લીધી હતી. પરંતુ આ બસ એટલુ જ હતુ.

Patel Meet