પોતાના સુરીલા અવાજથી લોકોના દિલ પર રાજ કરી રહી છે આ લેડી સિંઘમ, ખૂબસુરતી જોઇ થઇ જશો ફિદા

પોલિસની વર્દી…સુરીલો અવાજ, કોણ છે સોશિયલ મીડિયા પર છવાયેલી સોનિયા જોશી

Who Is Sonia Joshi : એક કહેવત છે કે તમારે એ જ કામ કરવું જોઈએ, જે તમારુ મન માને અને જે તમને પસંદ હોય. આમ કરીને તમે પણ આગળ વધી શકો છો અને સાથે સાથે ટેલેન્ટ કોઇ વસ્તુની મોહતાજ નથી હોતી. ટેલેન્ટને કોઈ મર્યાદા રોકી શકતી નથી. હાલમાં આવું જ જોવા મળ્યુ, જ્યારે ઉત્તરાખંડ પોલીસમાં પોસ્ટેડ એક મહિલા કોન્સ્ટેબલે તેના સુરીલા અવાજને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું.

લોકો તેનો અવાજ અને તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક તરફ પોલીસનો યુનિફોર્મ અને બીજી તરફ આટલો અદભુત અવાજ, લોકો સોશિયલ મીડિયા પર આ મહિલા પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, ઉત્તરાખંડ પોલીસમાં પોસ્ટેડ આ મહિલા કોન્સ્ટેબલનું નામ છે સોનિયા જોશી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના એક નાના ગામની 29 વર્ષની સોનિયા જોશી હાલમાં ઉત્તરાખંડ પોલીસમાં કોન્સ્ટેબલ છે.

હાલમાં જ તેના સિંગિગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ તેની ગાયકીના વખાણ કર્યા છે. લાખો લોકો તેનો વીડિયો શેર કરે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. સોનિયાએ જ્યારે ‘તેરી મિટ્ટી મેં મિલ જાઉં’ ગીત ગાયું તો લોકોને તે ખૂબ જ પસંદ આવ્યું.

ત્યાં લોકોએ મધર્સ ડે પર તેના દ્વારા ગાયેલું ગીત ‘તુ કિતની અચ્છી હૈ’ પણ સાંભળ્યુ. જ્યારે સોનિયાએ ‘બેટી બચાવો બેટી પઢાવો’ પર બનેલું ‘પુકાર’ ગીત ગાયું ત્યારે ખુદ ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તેની પ્રશંસા કરી હતી. હાલમાં તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર માત્ર 22 વર્ષની ઉંમરે પોલીસ સર્વિસમાં સામેલ થયેલી સોનિયાને શરૂઆતથી જ ગાવાનો શોખ હતો. સોશિયલ મીડિયા પર તેના હિન્દી અને ગઢવાલી ગીતોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સોનિયા અવારનવાર પોતાની દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonia Joshi (@iamsoniajoshi)

Shah Jina