માઇનસ 40 ડિગ્રીમાં અનશન માટે તૈયાર ફિલ્મ 3 Idiots વાળા ફુનસુખ વાંગડૂ, PM મોદીને કરી અપીલ

‘લદ્દાખમાં બધુ ઠીક નથી’ ફિલ્મ 3 Idiots ના ફુનસુખ વાંગડૂની PMને અપીલ, કહ્યુ- બચાવી લો નહિ તો…

લદ્દાખના સમાજ સુધારક સોનમ વાંગચુક દેશમાં જાણિતુ નામ છે. તેમના જીવનથી પ્રેરિત થઇ બોલિવુડ ફિલ્મ 3 Idiots પણ બનાવવામાં આવી હતી. સોનમ વાંગચુકે હિમાલયી ક્ષેત્ર ખાસ કરીને લદ્દાખના ગ્લેશિયરો (હિમનદીઓ)ને લઇને ઊંડી ચિંતા જતાવી છે. સોનમ વાંગચુકે ગત શનિવારના રોજ એક વીડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો અને ચિંતા જતાવતા પીએમ મોદીને લદ્દાખના ગ્લેશિયરોને વિલુપ્ત થતા બચાવવા માટે આગ્રહ કર્યો હતો.

વાંગચુકે પીએમ મોદીને લદ્દાખની સુરક્ષા અને સંરક્ષણને લઇને પણ સુજાવ આપ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના એક અધ્યયનમાં બે તૃતીયાંશ ગ્લેશિયરોના સૂચન કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સોનમ વાંગચુકે ભારપૂર્વક કહ્યું કે જો લદ્દાખમાં આવી બેદરકારી ચાલુ રહેશે અને ઉદ્યોગો સુરક્ષા આપવાથી દૂર રહેશે તો અહીંના ગ્લેશિયર્સ લુપ્ત થઈ જશે. આનાથી ભારત અને તેના પડોશમાં પાણીની ભારે તંગી અને સમસ્યાઓ સર્જાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા વાંગચુક દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે લદ્દાખમાં બધુ બરાબર નથી. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા બદલ વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગણી તેજ બની છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારે એક વીડિયો જાહેર કરીને કેન્દ્ર સરકારને તેને લાગુ કરવાની માંગ કરી છે.

જો તેમની માંગ નહીં સ્વીકારાય તો પાંચ દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી છે. આ ઉપવાસ ગણતંત્ર દિવસથી શરૂ થશે. સાથે જ ઉપવાસની જાહેરાત બાદ હવે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. તેણે ઉપવાસ પહેલા ટેસ્ટ રન કર્યો છે, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. વાંગચુકે ટ્વીટ કર્યું કે ટેસ્ટ રન સફળ રહ્યો! માઈનસ 20 ° સે પર બધું બરાબર છે. હું આ ટેસ્ટ મારા ટેરેસ પર કરી રહ્યો છું. તેણે આગળ લખ્યું કે મારો ઉપવાસ 18,000 ફૂટની ઉંચાઈ પર ખારદુંગલા ખાતે માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ પર રહેશે.

જણાવી દઈએ કે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ સોનમ વાંગચુકના જીવન પર બની છે. વાંગચુકે અગાઉ વડાપ્રધાન મોદીને લદ્દાખને બચાવવા માટે અપીલ કરી હતી, કારણ કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીંની લગભગ બે તૃતીયાંશ હિમનદીઓ લુપ્ત થવાની આરે છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે લદ્દાખની આદિવાસીઓ, ઉદ્યોગો અને ગ્લેશિયર્સ વિશે વાત કરી રહી છે.

Shah Jina