ના સિંદૂર ના ટ્રેડિશનલ અવતાર, સોનમ કપૂરની બહેન રિયા કપૂરે લગ્ન બાદ આવા કપડામાં મિત્રો સાથે કરી પાર્ટી

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરની બહેન રિયા કપૂરને લગ્નને થોડા દિવસ જ થયા છે. જો કે, પાર્ટી અને ફંકશનો હાલ જારી છે. ત્યારે રિયાએ ઘરમાં ખૂબ જ સિંપલ રીતે નજીકના મહેમાનો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યાં જ રિસેપ્શન પાર્ટીને પણ પ્રાઇવેટ રાખવામાં આવી હતી. રિયાએ તેના બધા લગ્નના ફંક્શનને ઘણા સાધારણ અને અલગ અંદાજથી અપનાવ્યો હતો.

રિયાએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન તેણે સફેદ રંગની સાડી પસંદ કરી હતી અને તે બાગ તેણે રિસેપ્શન પાર્ટીમાં પણ કંઇક અલગ જ આઉટફિટ પસંદ કર્યો હતો. એકવાર ફરી ન્યુ મેરિડ રિયા કપૂર પૂરી રીતે વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. રિયા કપૂર અને કરણ બૂલાનીના મિત્રોએ બંને માટે સ્પેશિયલ રિસ્પેશન પાર્ટી રાખી હતી. જેમાં હસીનાનો અવાતર કોઇ ઇંડિયન બ્રાઇડથી બિલકુલ અલગ જ નજર આવ્યો.

રિયા તસવીરોમાં પતિ સાથે કેક કાપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાની ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરી છે. જે એક રીતનો કાફ્તાન આઉટફિટ હતો. ડ્રેસ પર ફ્લોરેલ પ્રિંટ સાથે ડીપ V નેકલાઇન નજર આવી રહી હતી. રિયાએ પોતાના માટે વધુ એક રેડ અને વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો હતો, જેને ફેમસ ફેશન ડિઝાઇનર અબૂ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો હતો.

હસીનાએ જે ઓર્ગેજા સ્કર્ટ પહેર્યો હતો, તેના પર રેડ કલરથી થ્રેડ એમ્બ્રોડરી જોવા મળી રહી હતી. રેડ કલરના રેશમી દોરાછી ઇંગ્લિશ સહિત અનેક ભાષાઓમાં લવ લખવામાં આવ્યુ હતુ. રિયાએ તેના આ સ્કર્ટ સાથે રેડ જેકેટ મેચ કર્યુ હતુ. તેણે તેના આ લુકને મેકઅપ ફ્રી રાખ્યો હતો અને વ્હાઇટ સ્નીકર્સ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા.

રિયાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યુઝર્સ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોને તેનો આ લુક પસંદ આવ્યો ન હતો અને લોકોએ તેની તુલના રાધે મા સાથે કરી હતી. એક યુઝરે લખ્યુ કે, આને જુઓ રાધે મા. તમે જેટલા બીજાને સારા બતાવવાની કોશિશ કરો છો એટલા જ તમે બેવકૂફ છો.

ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, તમે ખૂબસુરત લાગી રહ્યા છે પરતુ વાળને બાંધી દો. ઘણા લોકોને રિયાનો આ લુક પસંદ આવ્યો હતો અને તેમણે કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. પરંતુ ઘણા લોકોને રિયાનો આ લુક પસંદ ન આવતા લોકોએ તેની તુલના રાધે મા સાથે કરી હતી.

તમને જણાવી દઇએ કે, આ મહિને જ 14 ઓગસ્ટના રોજ અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રાઇવેટ સેરેમનીમાં યોજવામાંં આવ્યા હતા અને ઘરમાં જ કરવામાં આવ્યા હતા. જેમાં નજીકના મહેમાનો જ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

Shah Jina