દિલ્લીના સૌથી પોશ વિસ્તારમાં છે સોનમ કપૂરનો આલીશાન બંગલો, કિંમત છે 173 કરોડ, તસવીરો જોઇ આંખો પહોળી રહી જશે

બોલિવૂડના સૌથી સ્ટાઇલિશ કપલ્સમાંથી એક સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા ભલે ભારતથી દૂર લંડનમાં રહેતા હોય, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં તેમનું એક આલીશાન ઘર છે. આ જોયા પછી તમારી આંખો ફાટી જશે. રિપોર્ટ અનુસાર આ ઘર આનંદના નામે છે અને તેની કિંમત 173 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આનંદ દિલ્હીનો રહેવાસી છે. સોનમ અને આનંદના આ આલીશાન ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે તેની સામે કોઇ મહેલ પણ ફિક્કો પડી જાય.

આનંદ સુનીલ આહુજાનો પુત્ર અને હરીશ આહુજાનો પૌત્ર છે, જે દેશના સૌથી મોટા ગાર્મેન્ટ એક્સપોર્ટ હાઉસ ‘શાહી એક્સપોર્ટ્સ’ના માલિક છે. સોનમ અને આનંદના લગ્નને ઘણો સમય વીતી ચૂક્યો છે. તેઓ હાલમાં તેઓ લંડનમાં રહે છે. આનંદનો બંગલો દિલ્હીના પૃથ્વીરાજ રોડ પર આવેલો છે, જે તેના દાદા હરીશ આહુજાએ 2015માં ખરીદ્યો હતો. 3170 ચોરસ યાર્ડનો આ પ્લોટ કનોટ પ્લેસના પ્રખ્યાત ‘વેરાયટી બુક ડેપો’ના માલિક ઓમ અરોરા પાસેથી ખરીદવામાં આવ્યો હતો.

દિલ્હીમાં જ્યાં આનંદનો બંગલો આવેલો છે તે વિસ્તાર લ્યુટિયન બંગલો ઝોન (LBZ) તરીકે ઓળખાય છે. ઘરની બહારના વિસ્તારમાં ચારેબાજુ હરિયાળી છે. સોનમ કપૂરના બેડરૂમથી લઈને બાસ્કેટબોલ કોર્ટ સુધી બધું જ શાનદાર છે. આનંદ આહુજા એક જાણીતા બિઝનેસમેન છે જેની પાસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ મુંબઈ અને લંડનમાં પણ પોતાની પ્રોપર્ટી છે. લોકડાઉન સમયે, જ્યારે બંને ઘરે ક્વોરેન્ટાઇન હતા. તે દરમિયાન તેમણે પોતાના ઘરની શાનદાર તસવીરો શેર કરી હતી.

સોનમ કપૂરે તેના બેડરૂમની એક તસવીર શેર કરી હતી જેમાં તે પતિ આનંદ સાથે બેડ પર બેઠેલી જોવા મળી હતી. આ સિવાય સોનમ કપૂરે તેના લિવિંગ રૂમ, કિચન, સ્ટડી રૂમ અને ગાર્ડનની તસવીરો પણ શેર કરી હતી. તસવીરમાં આનંદ આહુજા ક્યાંક યોગ કરતા, તો કયાંક સ્ટડી કરતા કે કોમ્પ્યુટર ચલાવતા જોવા મળ્યા હતા. તો સોનમ રસોડામાં ભોજન બનાવતી જોવા મળી હતી. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તમામ તસવીરો ઘણી વાયરલ થઈ હતી.

આ ઘર અભિનેત્રીના ફોટોશૂટ માટે પણ કામ આવે છે. સોનમ અને આનંદ આહુજાના લગ્ન પછી કોરોના મહામારી વકરી હતી. આ જોતા લગ્ન સમારોહમાં બી-ટાઉનનો મોટો મેળાવડો જોવા મળ્યો હતો. સોનમના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. સોનમ કપૂરનું લંડનમાં પણ ઘર છે. આ ઘરની વાત કરીએ તો તે પણ ખાસ છે. લંડનના ઘરમાં સોનમે એન્ટિક વસ્તુઓ પણ રાખી છે.

સોનમ અને આનંદ આહુજાના ઘરના વખાણ દરેક લોકો કરે છે. સોનમે પોતાના બેડરૂમના ફોટા પણ ફેન્સ સાથે શેર કર્યા હતા જ્યાં સોનમ સાથે તેનો પતિ આનંદ આહુજા પણ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સોનમ સુતેલી જોવા મળી રહી છે અને તેની સાથે આનંદ પણ જોવા મળી રહ્યો છે. બીજા તસ્વીરમાં સોનમ પુસ્તક વાંચતી જોવા મળી રહી છે અને આનંદ કંઈક કામ કરી રહ્યો છે. આ તસ્વીર શેર કરતાં એક્ટ્રેસએ લખ્યું હતું- ‘સ્નેપશોટ ક્વોરેન્ટાઇન’

આ સિવાય સોનમ કપૂરે તેના ઘરનો લિવિંગ રૂમ, કિચન, સ્ટડી રૂમ અને બગીચાના ફોટા પણ શેર કર્યા છે. જેમાં આનંદ યોગા કરતા જોવા મળે છે, તો ક્યારેક અભ્યાસ કરે છે, તો ક્યારેક કમ્પ્યુટર ચલાવતા જોઈ શકે છે. અન્ય એક તસ્વીરમાં સોનમ કપૂર તેના ઘરના કિચનમાં કંઈક બનાવતી નજરે ચડે છે. સોનમના ઘરના ફોટા જોઇને કોઈ તેની પ્રશંસા કર્યા વગર જીવી શકશે નહીં. જણાવી દઈએ કે, 2 વર્ષના લાંબા સંબંધ પછી આનંદ આહુજા અને સોનમ કપૂર વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

સોનમ અને આનંદના લગ્ન શીખ રિવાજો મુજબ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમના બીજા લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સોનમે પતિ આનંદ આહુજા સાથે પોતાનો પહેલો ફોટો શેર કરતી વખતે લખ્યું – ‘આ અમારી સાથે પહેલી તસવીર છે. આજથી ચાર વર્ષ પહેલાં હું એક શાકાહારીને મળી જે જટિલ યોગ વ્યાયામ કરી શકે છે અને તે જ સરળતા સાથે વેપાર વિશે વાત કરી શકે છે.

વધુમાં સોનમ કપૂરે લખ્યું – ‘આનંદ આહુજા, હું તમારી સરખામણી કરી શકતી નથી. તમારી કરુણા, દયા, ઉદારતા અને સ્માર્ટનેસ અતિ આકર્ષક છે. ચાર વર્ષથી મારા જીવનસાથી બનવા બદલ અને હંમેશાં મારી સાથે ઉભા રહેવા બદલ આભાર. હું હંમેશાં તમને રોમાંચિત કરું છું. આખું જીવન તે જ કરવા માંગુ છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને એ પણ જાણું છું કે તમે પણ મને પ્રેમ કરો છો. હું તમને વચન આપું છું કે મને આજ સુધીની સૌથી મોટી ભેટ મળી છે. ‘

Shah Jina