મોતના થોડા કલાકો પહેલા જ સોનાલીએ બનાવ્યો હતો વીડિયો, હવે બની ગયો જિંદગીનો છેલ્લો વીડિયો, જુઓ કેટલી ખુશ દેખાતી હતી…!

સોનાલી ફોગાટના અંતિમ 2 વીડિયો, મોતના થોડા કલાકો પહેલા જ સ્ટેજ ઉપર ખુબ મસ્તી કરતી જોવા મળી, કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ તેના અંતિમ વીડિયો બની જશે, જુઓ

આજે એક દુઃખદ ખબર સામે આવી. બીજેપી નેતા, બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. સોનાલીના ભાઈ વતન ઢાકાએ તેના મોતના સમાચારની પુષ્ટિ કરી. તેને એક દીકરી પણ છે. સોનાલીના પતિનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થયું હતું. સોનાલીએ તેની મોતના થોડા કલાક પહેલા જ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

42 વર્ષીય સોનાલી ફોગાટનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તે તેના કેટલાક કર્મચારીઓ સાથે ગોવા ગઈ હતી. ત્યારે હવે તેનો છેલ્લો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે ગુલાબી રંગની પાઘડી પહેરીને વીડિયો બનાવતો જોઈ શકાય છે. આ વીડિયોમાં પણ તે હંમેશની જેમ પોતાની સ્ટાઈલમાં વીડિયો બનાવી રહી છે. ચાહકો સતત આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ તેમના મોત પર વિશ્વાસ કરી શકતા નથી.

સોનાલી ફોગાટ બિગ બોસમાં જોવા મળી હતી, અને તે ઘણી વિવાદોમાં પણ રહી હતી. સોનાલી ફોગાટે હરિયાણાના આદમપુરથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની ચૂંટણી લડી હતી, તેણે કોંગ્રેસના તત્કાલિન નેતા કુલદીપ બિશ્નોઈને હરાવ્યા હતા. આ સાથે જ બિશ્નોઈ ભાજપમાં જોડાઈ ગયા છે. બિશ્નોઈ ગયા અઠવાડિયે સોનાલી ફોગાટને મળ્યા હતા.

સોનાલી ફોગટને એક દીકરી પણ છે જેનું નામ યશોધરા ફોગાટ છે. સોનાલી ફોગાટે બિગ બોસ 14માં ભાગ લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેણે બિગ બોસમાં ઘણા વિવાદો ઉભા કર્યા હતા. સોનાલી ફેમસ ટિકટોક સ્ટાર, ટીવી એક્ટ્રેસ અને બીજેપી લીડર પણ રહી ચુકી છે. સોનાલીએ ઘણા પંજાબી અને હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. અભિનેત્રી ઘણીવાર તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ એપિસોડમાં તેણે ગઈ કાલે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે સોનાલી સ્ટેજ શોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે.

Niraj Patel