‘જન્નત’ ની હિરોઇન પહોંચી મહાકુંભ, માથા પર તિલક… ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી સોનલ ચૌહાણે સંગમમાં લગાવી ડૂબકી
માથા પર ત્રિપુંડ, ગળામાં રૂદ્રાક્ષની માળા- સોનલ ચૌહાણ પહોંચી મહાકુંભ, સંગમમાં લગાવી ડૂબકી- જુઓ તસવીરો
તમને ‘જન્નત’ ફિલ્મ યાદ હશે. 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનેતા ઇમરાન હાશ્મી અને સોનલ ચૌહાણના જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. સોનલ એ કે જેણે 2005માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીતનાર સોનલ પ્રથમ ભારતીય મહિલા હતી. તેણે ભારતીય મોડેલ, અભિનેત્રી અને પ્લેબેક સિંગર તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
હિન્દી ઉપરાંત સોનલે ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજકાલ તે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોનલ ચૌહાણ હાલમાં જ મહાકુંભ પહોંચી હતી અને તેણે ગંગામાં ડૂબકી લગાવી હતી. સંગમમાં ડૂબકી લગાવનાર બોલિવૂડ સેલિબ્રિટીઝની યાદીમાં સોનલનું નામ પણ ઉમેરાયું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દરમિયાનની ઘણી તસીવરો શેર કરી છે.
લુકની વાત કરીએ તો, સોનલે યલો સૂટ પહેર્યો છે જ્યારે માથા પર તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી છે. સોનલ આ દરમિયાન આધ્યાત્મિકતામાં ડૂબેલી જોવા મળી હતી. મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવ્યા પછી સોનલે પૂજા પણ કરી. સંગમ ખાતે દૂધથી અભિષેક કર્યો. સોનલે સ્વામી કૈલાશાનંદ ગિરિજીને મળવાનો અને તેમના આશીર્વાદ લેવાનો પણ ફોટો શેર કર્યો છે.
સોનલ ચૌહાણે તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યુ- ત્રિવેણી માધવં સોમં ભારદ્વાજં ચ વાસુકિમ । વન્દેઅક્ષયવટં શેષં પ્રયાગં તીર્થનાયકમ | જ્યારે બીજી પોસ્ટમાં તેણે લખ્યુ- તેને મહાકુંભમાં પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરી જી મહારાજને મળવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો મોકો મળ્યો. તેમના સુંદર શબ્દો અને સ્નેહથી મને ઘણી સકારાત્મક ઉર્જા મળી.
સંગમમાં સ્નાન કર્યા પછી ધન્યતાનો અનુભવ થયો. માતા ગંગા, માતા યમુના અને અદ્રશ્ય માતા સરસ્વતીના પવિત્ર સંગમમાં ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલા સંતો, ભક્તો, કલ્પવાસીઓ, સ્નાન કરનારાઓ અને ગૃહસ્થોનું સ્નાન હવે ચરમસીમાએ પહોંચી ગયું છે, જેની આશા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ પહેલા જ રાખી હતી.
મુખ્યમંત્રી યોગીએ પહેલાથી જ અનુમાન લગાવ્યું હતું કે આ વખતે આયોજિત થઈ રહેલો ભવ્ય અને દિવ્ય મહાકુંભ સ્નાન કરનારાઓની સંખ્યામાં એક નવો રેકોર્ડ બનાવશે. શરૂઆતમાં જ તેમણે 45 કરોડ ભક્તોના આગમનની આગાહી કરી હતી. મહાકુંભની સમાપ્તિના 15 દિવસ પહેલા તેમનું મૂલ્યાંકન સાચું સાબિત થયું.
જણાવી દઈએ કે, આ પહેલા બોલિવૂડના ઘણા સ્ટાર્સ મહાકુંભ મેળામાં પહોંચ્યા છે ને સંગમ નદીમાં સ્નાન કરી ચૂક્યા છે. ઇશા ગુપ્તા, હેમા માલિની, અનુપમ ખેર, સિંગર ગુરુ રંધાવા, તનિષા મુખર્જી, KGF એક્ટ્રેસ શ્રીનિધિ શેટ્ટી, ફિલ્મ નિર્માતા એકતા કપૂર સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સે મહાકુંભમાં ભાગ લીધો છે. આ પહેલા, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય રોક બેન્ડ કોલ્ડપ્લેના ગાયક ક્રિસ માર્ટિન અને અભિનેત્રી ડકોટા જોનસને પણ મહાકુંભમાં ડૂબકી લગાવી હતી.